શહેરી વિકાસ વિભાગના સેક્રટરી દુર્ગાશંકર મિશ્રાનાં વરદ હસ્તે એવોર્ડ સ્વીકારતા રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી.નાં જનરલ મેનેજર ડો. ભાવેશ જોશી
સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ, મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સ્માર્ટ સીટી મિશન રાઉન્ડ ૩ સ્માર્ટ સીટીઝમાંથી બેસ્ટ પેર્ફોમિંગ એવોર્ડ કેટેગીરીમાં એટલે કે કેટેગીરી-૩ : સીટી એવોર્ડમાં રાજકોટ સ્માર્ટ સીટીની પસંદગી થતા એવોર્ડ એનાયત થયેલ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
આ કોન્ટેસ્ટ હેઠળ સ્માર્ટ સીટી મિશન અંતર્ગત કરવામાં આવતી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ, અગ્રણી શહેર વ્યૂહરચનાઓ, નવીનતાના આધારે પ્રોજેક્ટ્સ, પ્રોજેક્ટ્સોથી થતી ઇમ્પાક્ટ ઓળખવામાં આવેલ. આ કોન્ટેસ્ટ દ્વારા પ્રોજેક્ટસ અને ઇનોવેટીવ યોજનાઓ જેનાં અમલીકરણથી સલામત તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય તેવા પ્રોજેકક્ટસોને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડમાં ૧૦૦ સ્માર્ટ સીટીઓએદ્વારા ભાગ લેવામાં આવેલ, તથા તે સ્માર્ટ સીટીઝનાં એસ.પી.વી.ઓ દ્વારા કોન્ટેસ્ટમાં સબમીશન કરવામાં આવેલ.
રાજકોટ સ્માર્ટ સીટીની સ્માર્ટ સીટી મિશન રાઉન્ડ ૩ સ્માર્ટ સીટીઝમાંથી બેસ્ટ પેર્ફોમિંગ એવોર્ડ કેટેગીરીમાં એટલે કે કેટેગીરી-૩ : સીટી એવોર્ડમાંપસંદગી થયેલ છે. ISAC -૨૦૧૯ એવોર્ડ તૃતીય નેશનલ સ્માર્ટ સીટી સી.ઇ.ઓ એપેક્ષકોન્ફેરેન્સ, વિશાખાપટનમ, આન્ધ્રપ્રદેશમાં MOHUA નાં સેક્રટરીશ્રી ડુર્ગાશંકર મિશ્રા દ્વારા, ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ નાં રોજ આપવામાં આવેલ, તેમજ આ એવોર્ડ રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.નાં જનરલ મેનેજર ડો. ભાવેશ જોશી દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.