વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું વિશાળ કદ આપવાના પથ પર અર્થતંત્ર મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે, કેન્દ્ર સરકારની આર્થિક લાંબા ગાળાની નીતિ હવે ફળદાયી બની રહી હોય તેમ અર્થતંત્રમાં 2022-23ના પ્રથમ ગાળામાં જ સાડા તેર ટકાની માતબર વૃદ્ધિએ સમગ્ર દેશના આર્થિક તજજ્ઞો ને ભારતના આર્થિક વિકાસ એ વિચારતા કરી દીધા છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાની લોકડાઉનની સ્થિતિ બજારમાં ચડાવ ઉતાર, મહાસત્તાઓ વચ્ચે આર્થિક ઘમાસાણ જેવા પરિબળોના કારણે વિકસિત, અલ્પ વિકસિત અને પછાત દેશોને પોતાનું અર્થતંત્ર ટકાવી રાખવું પણ લોઢાના ચણા ચાવવા સમાન બની ચૂક્યું છે ત્યારે આવા અનેક અવરોધો વચ્ચે ભારતનો વિકાસ દર વિશ્વની ટોચની 20 અર્થવ્યવસ્થામાં સૌથી વધુ આગળ નીકળી ગયું છે.
ભારતના અર્થતંત્રમાં કૃષિ, માછીમારી, ખાણ કામ , ઉત્પાદન, વીજળી, ગેસ, હોટેલ, પરિવહન રિયલ એસ્ટેટ, નાણાકીય સેવાઓ, શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન સેવાઓમાં ચારથી લઈને 26 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરના લક્ષ્ય માટે અર્થતંત્રના સુધારાઓ હવે પરિણામદાયી બન્યા છે.
દેવું કરીને ઘી પીવાય પરંતુ.. આ ઘી શક્તિવર્ધક હોવું જોઈએ, ભારતના આર્થિક તજજ્ઞોએ અને નાણામંત્રાલય દ્વારા જરૂરી રાજકોષીય ખાધનું વિષ સમજીને પચાવી લીધું હોય તે હવે અમૃત સમાન બન્યું છે સ્થાનિક ઉદ્યોગોને વેગ આપી ઘરેલુ ઉત્પાદનમાં વધારો કરી નિકાસને વેગમાન બનાવી આયાત ઘટાડી પેટ્રોલિયમ પેદાશોના આંતરરાષ્ટ્રીય બજારોના નીચા ભાવ વચ્ચે ઘર આંગણે ભાવ સ્થિર રાખવા જેવા આશ્ચર્યજનક અને લાંબા ગાળાના આયોજનથી ભારતનું અર્થતંત્ર સમાનતરે મજબૂત બન્યું છે અને ભારત માટે રાજકોશિય ખાધનું વિશઅમૃત જેવું બન્યું છે