જિનીવા ખાતેના યુનાઈટેડ નેશનલના ૩૪માં માનવ અધિકારઅધિવેશનમાં ભારતીય રાજદૂત અનિલ કુમારે પાકિસ્તાનની આતંકવાદના મુદ્દે ઝાટકણી કાઢી
ભારતને નુકશાન કરવા માટે પાકિસ્તાને ઉછેરેલો સાપ હવે તેને જ ડસી રહ્યો હોવાનું જીનીવા ખાતે યુનાઈટેડ નેશનની બેઠક દરમિયાન ભારતીય રાજદૂતે કહ્યું હતું.
રાજદૂત અનિલ કુમારે યુએનમાં પાકિસ્તાન ઉપર રોષ ઠાલવતા કહ્યું હતું કે, પાકિસ્તાને ભારત સામે આતંકવાદી જુો ઉભા કર્યા હતા જે હવે તેને જ નુકશાન પહોંચાડી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્ર્વનો સૌી વોન્ટેડ આતંકવાદી છેલ્લા બે દાયકાી પાકિસ્તાનમાં છુપાયો હતો. પાકિસ્તાન આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન હોવાનો મત તેમણે વ્યકત કર્યો હતો.
યુએનની માનવ અધિકાર કાઉન્સીલના ૩૪માં અધિવેશનમાં ભારતીય રાજદૂત અનિલ કુમારે પાકિસ્તાનને આડેહો લીધું હતું. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરની હિંસા પાછળ જવાબદાર છે. પાકિસ્તાને સરહદ પારના આતંકવાદી જમ્મુ-કાશ્મીરને નુકશાન કર્યું છે. પાકિસ્તાને માનવ અધિકારોનું હનન કર્યું છે. પાકિસ્તાનની સરકાર બલુચિસ્તાન, સીંઘ સહિતના વિસ્તારોમાં પોતાના જ લોકો ઉપર સીતમ કરે છે.
તેમણે ભારતમાં તા આતંકી હુમલા પાછળ પાકિસ્તાને ઉછેરેલો આતંકવાદ હોવાનું કહ્યું હતું. પાકિસ્તાન આતંકવાદનું પોષક હોવાની વાત જગજાહેર છે. ત્યારે ભારતીય રાજદૂત અનિલ કુમારે યુનાઈટેડ નેશનના અધિવેશનમાં પાકિસ્તાનના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
પાકિસ્તાન અનેકવખત જમ્મુ-કાશ્મીરમાં હીંસા મામલે ભારતને જવાબદાર ઠેરવવા યુનાઇટેડ નેશનમાં પ્રયાસ કરી ચૂકયું છે. પાકિસ્તાને આતંકવાદના સહારે જમમુ-કાશ્મીરને રક્તરંજીત કરવામાં કોઇ કસર છોડી નથી ત્યારે હવે ભારતના રાજદૂત અનીલકુમારે યુનાઇટેડનેશનમાં પાકિસ્તાનના કાવતરાને ખૂલ્લું પાડ્યું છે. અગાઉ પણ ભારતે યુનાઇટેડ નેશનમાં પાકિસ્તાન સામે આતંકવાદ ફેલાવવાના અનેક પૂરાવા મૂકયા હતા.