દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઈવેનાં વિકાસ કામ માટે બે ચાઈનીઝ કંપનીઓનાં ટેન્ડરને બાકાત કરતી સરકાર
ભારત દેશ અનેકવિધ વિકાસ રથ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હાલ જે રીતે ચાઈના સાથેનાં તમામ ક્ષેત્રે જે સંબંધો વણસ્યા છે ત્યારે ભારતે ચીનને તમામ મોરચે પરાષ્ટ પણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઈ-વેનાં વિકાસ કામ માટે જે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા તેમાં બે ચાઈનીઝ કંપનીએ પણ ભાગ લીધો હતો પરંતુ ભારતે ચીનને હાઈવે બતાવ્યો હોય તેવું ચિત્ર પણ ચરિતાર્થ કર્યું છે. સરકારે સલામતીનાં મુદ્દે દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઈ-વેનાં કોન્ટ્રાકટમાંથી બાકાત કર્યા છે. ચાઈનાની જીયાન્જી ક્ધટ્રકશન એન્જીનીયરીંગ કોર્પોરેશને ૮૦૦ કરોડ રૂપિયામાં ટેન્ડરભર્યું હતું જે સૌથી ઓછા રૂપિયાનું ટેન્ડર હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ સલામતીનાં મુદ્દે ભારતે ચીનનાં આ ટેન્ડરને રદ કર્યો છે.
હાઈ-વે તથા રોડ મંત્રાલયનાં જણાવ્યા મુજબ ૮૦૦ કરોડ રૂપિયામાં જે ટેન્ડર ચાઈનીઝ કંપનીઓએ ભર્યું છે તેને ઝાકરો સરકાર દ્વારા આપવામાં આવ્યો છે અને આ બંને ચાઈનીઝ કંપનીઓને લેટર પણ પાઠવી દેવામાં આવ્યો છે કે તેઓનું જે ટેન્ડર છે તેને રદ કરવામાં આવ્યું છે જેનું મુખ્ય કારણ સુરક્ષાનો અભાવ પણ જણાવ્યો છે ત્યારે સરકારનાં જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં બીજા સૌથી નીચા ટેન્ડર ભરનાર લોકોને કામ સોંપવામાં આવશે કે જેમના રેટ ચાઈનીઝ કંપનીઓ સાથે મળી રહ્યા છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયનાં મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, હાલ હાઈવેનાં કોઈપણ કામ માટે ચીનને બાકાત રાખવામાં આવ્યું છે અને એકપણ કામ તેઓને આપવામાં નહીં આવે. હાલ જે રીતે ચાઈનીઝ કંપનીઓની એપ્લીકેશનને ભારતે બેન્ડ કરી છે તેનું મુખ્ય કારણ એ છે કે, ચીની કંપનીઓ ભારતીય લોકોનાં ડેટાનો દુરઉપયોગ કરી રહ્યા છે અને તે ડેટાની સુરક્ષા અને સલામતી માટે પણ અનેકવિધ રીતે ખુબ મોટા પ્રશ્નો ઉદભવિત થયા છે પરંતુ જે રીતે ભારત સરકારે દુરંદેશી નિર્ણય લઈ જે મહત્વપૂર્ણ પગલા લીધેલા છે તેનાથી ચાઈનીઝ કંપનીઓને ભારતમાં કાર્ય ન કરવા માટેનો તખ્તો પણ તૈયાર કર્યો છે. બીજી તરફ વિશ્વનાં અનેકવિધ દેશો સાથે ભારતનાં વ્યાપારીક સંબંધો વધુ મજબુત થવાથી જે આર્થિક પ્રશ્ન દેશને ઉદભવિત થતો હતો તેના પર પૂર્ણવિરામ મુકાયો છે. હાલ જે રીતે હાઈવેનાં મુદ્દે ચાઈનીઝ કં૫નીઓને બાકાત રાખવામાં આવી છે તેનાથી ભારતે તેમનું વલણ સ્પષ્ટ કર્યું છે.