સંઘર્ષ કરનારને સહકાર આપ્યે રાખો એક સમય આવશે જ્યારે તમને અનેકગણું વળતર મળશે. કદાચ કલ્પના કરતાં વિજ્ઞાનની તાકાત વધારે હોઇ શકે પરંતુ કલ્પના જ માણસને વિજ્ઞાન તરફ દોરી જાય છે એ પણ એક વાસ્તવિકતા છૈ. નહીતર ૧૯૬૯ ની સાલમાં જ્યારે અમેરિકાએ પોતાનું પ્રથમ યાન ચંદ્ર ઉપર મોક્લયું ત્યારે ભારતમાં વિક્રમ સારાભાઇ અથાગ પ્રયત્નો બાદ માંડ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ (ઇસરો) ની સ્થાપના (૧૯૬૯) કરવાની સફળતા મેળવી શક્યા હતા. મતલબ કે અમેરિકા જ્યારે આસમાનમાં હતું ત્યારે ભારત હજુ આ ક્ષેત્રે જન્મ લઇ રહ્યું હતું. આજે પાંચ દાયકા બાદ ઇસરોની જ કંપની અંતરીક્ષ અમેરિકાનાં સેટેલાઇટ અવકાશમાં છોડી આવે છે. અમેરિકા કરતા સસ્તા ભાવે..!યસ, ઇન્ડિયા શાઇનિંગ ઇન ધ સ્કાય ઓલ્સો..!

હા, ગુજરાતી છીએ તો અમે ખર્ચની વાત તો કરીશું જ..! એક આમ આદમી તરીકે આપણે અવકાશીય બાબતોમાં ઇસરો, પી.એસ.એલ.વી, શ્રી હરિકોટા, કે ચંદ્રયાન કે મંગળયાન જેવા શબ્દો સાંભળીને ખુશ થઇએ છીએ. પરંતુ આઠમી નવેમ્બરે ભારતે પી.એસ.એલ.વી- સી- ૪૯ યાન ને અવકાશમાં મોકલવાની જે સિધ્ધિ હાંસલ કરી છે તેમાં અમેરિકાનાં ચાર, લક્ઝેમ્બર્ગનાં ચાર તથા લિથુનિયાનો એક સેટેલાઇટ પણ હતો. જેને અવકાશમાં લઇ જવા માટેનો ચાર્જ આપણે વસુલ કર્યો છે.

આ અગાઉ પણ જ્યારે ભારતે ત્રણ વર્ષ પહેલા એક સાથે ૧૦૪ સેટેલાઇટની અવકાશીય ખેપ મારી હતી તેમાં ૯૬ અમેરિકાના હતા. આજેવિદેશી સેટેલાઇટ લોન્ચ સર્વિસીઝમાં ભારતનો ૧૦૦ % સક્સેસ રેટ છે.યાદ રહે કે હાલમાં એક ગોલ્ફ બોલ કે બુટનાં બોક્સની સાઇઝથી માંડીને એક ઝટ કે ફ્રીઝ ની સાઇઝનાં પણ સેટેલાઇટ હોય છે જે PSLV જેવા લોન્ચરથી મોકલી શકાય છે અને આવા લોન્ચની સંખ્યા અને સફળતા વધતી જતી હોવાથી આ માર્કેટ આગળ જતા મોટુ બનવાની ધારણા છે.

સેટેલાઇટ લોન્ચ સર્વિસનું માર્કેટ ૨૦૧૯ની સાલમાં ૯.૮૮ અબજ ડોલરનું હતું. જે દર વર્ષે આશરે ૧૫.૭ ટકાના દરે વધી રહ્યું છે. જે ૨૦૨૭ ની સાલ સુધીમાં ૩૨.૪૧ અબજ ડોલરનું થવાની ધારણા છે. ભારતે એક સાથે ૧૦૪ ઉપગ્રહો અવકાશમાં મુકીને એક જ સવારીમાં સૌથી વધારે ઉપગ્રહો સફળતા પૂર્વક લોંન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ તો બનાવી જ લીધો છે. પણ હવે આપણી આ અવકાશ સફરે આજે જે સ્પીડ પકડી છે એ જોતાં એવું લાગે છે કે આગામી બે દાયકામાં પેલા SpaceX વાળા આપણાથી ક્યાંય પાછળ રહી જશે. કારણકે જાફભયડ જેવી ખાનગી વિદેશી સંસ્થા જે ઉપગ્રહને અવકાશમાં લઇ જવાના ૬૦ મીલીયન ડોલર ચાર્જ કરે છે તે આપણી ISRO સરકારી સંસ્થા હોવા છતાં ત્રણ મીલીયન ડોલરમાં પુરી પાડે છે.

આમ તો સેટેલાઇટને અવકાશમાં લઇ જવાના ચાર્જનાં પણ વિવિધ ભાવ હોય છે. જે સેટેલાઇટનાં વજન, તેનો હેતુ, તેને કઇ ઓર્બિટમાં મુકવાનો છે જેવા વિવિધ મુદ્દાઓનાં આધારે ભાવ નક્કી થતા હોય છૈ.ઇસરોના નેજા હેઠળ કામ કરતી અંતરીક્ષનું કામ લોકડાઉનનાં કારણે ખોરંભે ચડ્યું હોવાથી આ વખતે કામ ધીમું છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં આપણી અવકાશીય સંસ્થાઓઐ રોકેટ ગતિઐ પ્રગતિ કરી છે. ભારતે વિદેશી કંપનીઓનાં આશરે ૨૫૦ સેટેલાઇટ અવકાશમાં મુક્યા છે.અને ઇસરોની આવકમાં આશરે ૪૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

ભારત હાલમા વિશ્વનાં ૨૬ દેશોને તેની ગુણવત્તાના આધારે સેટેલાઇટ લોન્ચ સેવા પુરી પાડે  છે.આ દેશોની યાદીમાં અમેરિકા ઉપરાંત, ઇન્ગ્લેન્ડ, જર્મની, કેનેડા તથા જાપાન જેવા દેશોનો પણ સમાવેશ થાય છૈ.છેલ્લા ત્રણ વર્ષમાં અંતરીક્ષે ૬૨૮૯ કરોડ રૂપિયાનાં ઓર્ડર પુરા કર્યાછે.

મૂળ ૧૯૯૨ની સાલમાં ISRO એ પોતાની પ્રોડક્ટસનાં વેચાણ માટેઅંતરીક્ષ કોર્પોરેશનની સ્થાપના કરી. આ કંપનીએ આજે  ISRO ને વિશ્ર્વની ટોપ-૧૦ સ્પેસ રીસર્ચ કંપનીઓમાં પ્રથમ પાંચમા સ્થાન અપાવ્યું છે. જો આ પ્રોજેક્ટ પર આપણે ધ્યાન આપીશું તો નિશંક પણે ભારત અવકાશીય સેવાઓમાં નંબર-૧ બની શકે તેમ છે. અંધારી રાતે અગાસીમાં સુતા પહેલા તારલાં ગણતા ભારતીયોને હવે ઇસરો આકાશમાંથી આવતા રૂપિયા ગણવાની ઓફર કરશૈ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.