4 લાખ કરોડ રૂપિયાની ફાર્મા માર્કેટમાં ભારત 80 ટકાથી વધુ રોમટીરીયલ ચાઇનાથી આયાત કરે છે !!!
વર્ષ 2024માં ભારતનું ફાર્મા ક્ષેત્ર 5.20 લાખ કરોડ રૂપિયાએ પહોંચવાનો લક્ષ્ય !!!
ભારત દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી એટલું જ નહીં વડાપ્રધાન મોદીના પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે મનિર્ભર બનવા તરફ પણ ભારત હાલ મથામણ અને મહેનત કરી રહ્યું છે. સરકારે લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે કે ભારત ફાર્મા ક્ષેત્રે નિકાસ ની હરણફાળ ભરશે. પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે જે રીતે ભારતે મેડિકલ ક્ષેત્રમાં પોતાનું આધીપત્ય સ્થાપિત કરવું જોઈએ એટલે કે જે આત્મનિર્ભરતા વધુ દાખવી જોઈએ તે કરવામાં ભારત હજુ પણ પોણું ઉતર્યું છે ત્યારે આ વાતને ગંભીરતાને ધ્યાને લઈ ભારત વર્ષ 2024 થી જ મેડિકલ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફની આગેકુછ કરશે. સૌથી જરૂરી રહે છે કે ભારતમાં ફાર્મા માર્કેટ રૂપિયા 4 લાખ કરોડ રૂપિયાનું છે અને તેમ છતાં ભારત 80 ટકાથી વધુ રો મટીરીયલ ચાઇના થી આયાત કરે છે.
બીજી તરફ સૌથી મોટી વાત તો એ છે કે ચાઇના પર ની નિર્ભરતા ભારત માટે વધુ છે પરંતુ અન્ય દેશ ચાઇના પર સહેજ પણ ભરોસો રાખતા નથી અને તેમની આશા અને અપેક્ષા ભારત તરફ વધી છે. ને ધ્યાને લઈ ભારત હવે ફાર્મા ક્ષેત્રે ચાઇના પાસેથી રો મટીરીયલ્સ આયા ત કરવાનું ઓછું કરી દીધું છે અને સાથે જ સ્થાનિક ઉદ્યોગકારોને પૂરતું પ્રોત્સાહન મળી રહે તે માટેની નવી નીતિઓ પણ ઘડવામાં આવી રહી છે. એટલુંજ નહીં ભારતને વિશ્વની ફાર્મસી કહેવામાં આવે છે. ભારત જેનરિક દવાઓનો સૌથી મોટો ઉત્પાન કરતો દેશ છે. ભારત વિશ્વના ઘણા દેશોમાં જેનરિક દવાઓની નિકાસ પણ કરી રહ્યું છે.
એનઆઈપીઇઆરએ ભારતમાં ફાર્મા ઉદ્યોગોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમનો અભ્યાસક્રમ અને સંશોધન ઉદ્યોગોની જરૂરિયાત સાથે જોડાયેલા હોવા જોઈએ અને તેમણે એમએસએમઇને નવીન ઉકેલો પૂરા પાડવા જોઈએ. એનઆઈપીઇઆરએ દેશમાં શરૂ થઈ રહેલા મેડિકલ ડિવાઈસ પાર્ક સાથે પણ સહયોગ કરવો જોઈએ. આગામી 25 વર્ષ માટે રોડમેપનો વિચાર કરવો જોઈએ. આજે આપણે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (એપીઆઈ) માટે આયાત પર નિર્ભર છીએ. ભારતમાં દવાઓની પેટન્ટ બહુ ઓછી છે. આવનારા 25 વર્ષમાં આ બદલાવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે આ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા પ્રયત્ન કરવો જોઈએ.
ભારતના ફાર્મા ક્ષેત્રમાં વધુને વધુ રિસર્ચ સ્ટેશનો ઊભા કરવામાં આવે તો ઘણા પ્રશ્નોનું ત્વરિત નિવારણ શક્ય બનશે અને વિશ્વના અન્ય દેશો પરની નિર્ભરતામાં પણ ઘટાડો આવશે. પેલા એક દશકામા 60 થી 100 ટકા જેટલું આયાત ભારત ચાઇના પાસેથી કરી રહ્યું છે. ફાર્મા ક્ષેત્રે ભારત જે રીતે આત્મનિર્ભર બનવા માંગે છે તેના માટે સરકારે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી એટલી જ જરૂરી છે. સ્વની સરખામણીમાં ભારત ત્રીજો સૌથી મોટો દેશ છે કે જે ફાર્મા ક્ષેત્રે પોતાનું કાર્ય સુચારું રૂપથી કરી રહ્યું છે. સરકારે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે કે આગામી વર્ષ 2024 માં ભારતનું ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર 5.20 લાખ કરોડે પહોંચશે. વર્ષ 2021 માં વડાપ્રધાન મોદીએ ભારતને વિશ્વનું ફાર્મસી તરીકે ઘોષિત કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારત એક સમયે 150 થી વધુ દેશોમાં નિકાસ કરશે. સૌથી મોટી વાત એ છે કે ભારતના જીડીપીમાં બે ટકાનું યોગદાન અરમા શુટિકલ યુનિટોનું છે અને દેશના કુલ નિકાસમાં આઠ ટકા ફાર્મસીનું યોગદાન છે ત્યારે આ આંકડાને વધારી આયાતની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર હાલ મહેનત કરી રહી છે.
ચાઇના પરનો ભરોસો હાલ વિશ્વના દેશોમાં સતત ઘટી રહ્યો છે ત્યારે ભારત માટે ફાર્મા ક્ષેત્રે પોતાનું પલક વિસ્તારવા માટેનો એક અહમ મોકો પણ મળ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે ભારત આ મોકાને કઈ રીતે ચરિતા કરે છે. આઈના પર ભારત જે રીતે રો મટીરીયલ ને નિર્ભર હતું તેનું મુખ્ય કારણ એ કે ચાઇનામાં ભારતીય કંપનીઓને ઘણા ટેક્સ બેનિફિટ આપવામાં આવતા હતા અને કોસ્ટમાં પણ 15 થી 20 ટકા જેટલો ઘટાડો જોવા મળતો હતો જેનું મુખ્ય કારણ એ છે કે ચાઇનામાં દવાઓનું ઉત્પાદન ખૂબ મોટી સંખ્યામાં થતું હોય છે જેના કારણે જે પડતર કિંમત આવી જોઈએ તે ખૂબ જ ઓછી આવે છે અને ભારતે ચાઇના ઉપર આ બાબતે જ નિર્ભર રહેવું પડે છે.
જો ભારતીય યુનિટોને સરકાર પૂરતી અને યોગ્ય સબસીડી આપે એટલું જ નહીં રિસર્ચ લેબોરેટરીની સાથો સાથ અન્ય ઉત્પાદન યુનિટોને પણ વિકસિત કરવામાં આવે તો ભારત માટે ફાર્મા ક્ષેત્ર આશીર્વાદરૂપ સાબિત થશે. ફર્મેન્ટેશન ટેકનોલોજીમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતનું વર્ચસ્વ ખૂબ જ વધુ હતું પરંતુ સતત જે રીતે રિસર્ચ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ વિકસિત થવી જોઈએ તે ન થતા અનેક પ્રશ્નો ઊભા થયા હતા અને ચાઇનાએ ફાર્મા માર્કેટ ઉપર પોતાનું આધિપત્ય ઉભું કર્યું હતું. નહીં પહેલાના સમયમાં નિકાસ ઉપર પણ અનેક છૂટછાટ આપવામાં આવતી હતી જેનાથી ભારતને અનેક અંશે ફાયદો પણ થયો હતો. ફાર્મસી ક્ષેત્ર ના તજજ્ઞોનું માનવું છે કે ફર્મેન્ટેશન પ્લાન્ટ ઊભો કરવા માટે 700 થી 1000 કરોડ રૂપિયાનું રોકાણ અનિવાર્ય છે ત્યારે સરકારે પ્રોડક્શન લિંક ઇનસેન્ટીવ સ્કીમ એટલે કે પીએલઆઈ સ્કીમનો લાભ દરેક દવા ઉત્પાદન કરતી કંપનીઓને આપવો જોઈએ.
- ભારત જેનરીક દવાઓમાં 20 ટકા નિકાસ કરે છે. એટલુંજ નહીં વૈશ્વિક માંગમાં અડધો અડધ માંગ ભારતના સ્થાનિક ઉત્પાદકો પૂર્ણ કરે છે.
- ભારતની જેનરીક દવાઓ માટે યુએસમાં 40 ટકા માંગ જ્યારે યુકેમાં 25 ટકા માંગ
- વર્ષ 2030માં ભારતનું ફાર્મા ઉદ્યોગ 120 થી 130 બિલિયન ડોલરે પહોંચશે.
- રિસર્ચ અને ડેવલોપમેન્ટમાં વધુ 1 ટકાનો ખર્ચ વધતા આઉટપુટમાં15 ટકાનો વધારો નોંધાશે.
- આગામી વર્ષ 2024 સુધીમાં ભારત ફાર્મા ક્ષેત્રનું આયાત 25 ટકા સુધી ઘટાડે તેવી અપેક્ષા .