યુધ્ધ જહાજ સાથે ઇન્ડિયન નેવીના બે અધિકારીઓ અને આઠ સૈનિકો પણમાલદીવના મેલ ખાતે તૈનાત.
ચીનના હસ્તક્ષેપ બાદ જુના મિત્ર દેશ માલદીવ સાથે ભારતના સંબંધો આંશિક હદે ખરાબ થઇ ગયા હતા પરંતુ હવે આ અનબન બાદ ભારત અને માલદીવ બંને પોતાના સંબંધોને વધુ મજબૂત કરવા પ્રયાસો કરી રહ્યાં છે.
હાલમાં ભારતે માલદીવના એક સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનની દેખરેખ માટે માલદીવ ખાતે એક યુધ્ધ જહાજ મોકલ્યું છે. ભારતીય નૌસેનાએ આ વિશે ક્હ્યું છે કે ૧૧ થી ૧૨ મેં સુધી જહાજ સુમેધા માલદીવના મેલ ખાતે તૈનાત રહેશે.
યુધ્ધ જહાજની સાથે હાલ બે અધિકારીઓ અને આઠ સૈનિકો પણ માલદીવ ગયા છે. જ્યાં તેઓ ૧૧-૧૨ મેં સુધી રહેશે. અને માલદીવ નેશનલ ડીફેન્સ ફોર્સને ટ્રેનિંગ આપશે ત્યારબાદ ૧૨ થી ૧૫ મેં સુધી જહાજ એક્સક્લુઝીવ ઇકોનોમિક ઝોન પર તૈનાત રહેશે.
ઉલ્લેખનીય છે કે, દુનિયાના નકશા પર સૌથી નાનો દેખાનારો દ્વીપ દેશ માલદીવ, ભારત માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. માલદીવ એક એવા જહાજ માર્ગથી ઘેરાયેલો દેશ છે કે જ્યાંથી ચીન, જાપાન અને ભારત જેવા ઘણાં દેશોમાં ઉર્જા પહોંચે છે.
ભારતનો ૭૫% વેપાર આ જ માર્ગથી થાય છે. એટલે જ આ માર્ગને સુરક્ષિત રાખવો ભારત અને માલદીવ એમ બંને દેશો માટે ખૂબ જ આવશ્યક છે.
ચીન પર રાખવાની સાથે ભારત છેલ્લા ઘણાં વર્ષોથી માલદીવને મીલીટ્રી એડ, ટ્રેઇનીંગ અને ઇઇઝેડ સુરક્ષા પ્રદાન કરી રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com