પ્રથમ ટેસ્ટ રમી રહેલા હાર્દિક પંડયાની સટાસટી, ૪૯ બોલમાં ફિફટી ફટકારી: રહાણેની પણ અડધી સદી: શ્રીલંકાએ 117 રનમાં 3 વિકેટ ગુમાવી
ગાલે ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન શ્રીલંકાની ટીમ સામે ભારતીય બેટસમેનોએ ૬૦૦ રનનો તોતીંગ જુમલો ખડકી દીધો છે. પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ગુજરાતના હાર્દિક પંડયાએ વન-ડે માફક બેટીંગ કરતા ૫ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૪૯ બોલમાં ૫૦ રન ઝીંકી દીધા હતા તો અજીંકય રહાણેએ પણ અડધી સદી ફટકારી હતી. ભારતના ૬૦૦ રનના તોતીંગ સ્કોર સામે શ્રીલંકાની શ‚આત નબળી રહેવા પામી છે. માત્ર ૭ રનના સ્કોરે ૧ વિકેટ ગુમાવી દીધી છે.ઓપનર શીખર ધવનના આક્રમક ૧૯૦ રનની મદદથી ભારતે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે જ ૩૯૯ રન બનાવી મજબુત સ્થિતિ હાંસલ કરી લીધી હતી. આજે ચેતેશ્ર્વર પુજારા અને અજીંકય રહાણે આ સ્કોરપરમાંથી રમવાનું આગળ ધપાવ્યું હતું. પુજારા પોતાના ગઈકાલના અંગત સ્કોરમાં માત્ર ૯ રન જ ઉમેરી ૧૫૩ના સ્કોરે આઉટ થયો હતો. અજીંકય રહાણે પણ ૫૭ રન બનાવી કુમારાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ અશ્ર્વિન અને સહાએ બાજી સંભાળી લીધી હતી. સહા ૧૬ રને આઉટ થયો હતો. જયારે અશ્ર્વિન અડધી સદી ચુકયો હતો અને ૪૭ રને આઉટ થયો હતો. પ્રથમ ટેસ્ટ રમી રહેલા હાર્દિક પંડયાએ ટેસ્ટમાં વન-ડે સ્ટાઈલ બેટીંગ કરતા ૪૯ બોલમાં અડધી સદી ફટકારી હતી. મહંમદ સામીએ પણ આક્રમક બેટીંગ કરતા ૩૦ બોલમાં ૩૦ રન ફટકાર્યા હતા. ભારતની પુરી ટીમ ૬૦૦ રને ઓલઆઉટ થઈ ગઈ હતી.ભારતના તોતીંગ જુમલાના દબાવ હેઠળ મેદાનમાં ઉતરેલી શ્રીલંકન ટીમની શ‚આત ખુબ જ નબળી થવા પામી હતી. માત્ર ૭ સ્કોરબોર્ડ પર લાગ્યા હતા ત્યારે ઓપનર ક‚ણા રત્ને આઉટ થઈ ગયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે શ્રીલંકાનો સ્કોર એક વિકેટના ભોગે ૨૦ રન છે.