મેન્સ હોકી વિશ્વકપ માં પાકિસ્તાન માટેનો રસ્તો બંધ !!
હાલ જકાર્તા ખાતે ફોટો મુકવાનો એશિયા કપ હોકી ટુર્નામેન્ટ ચાલી રહી છે જેમાં સુપર ચારમાં પહોંચવા માટે ભારતને 15 ગોલ્ડ ફટકારવાની જરૂરિયાત હતી પરંતુ ભારતીય ટીમે 16 ફટકારી સુપર ફોર માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ મેન હોકી વિશ્વ કપમાં પાકિસ્તાન માટે રસ્તો બંધ થઇ ચૂક્યો છે. ભારતે ઇન્ડોનેશિયાને 16-0 થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.
જાપાન સામે આખરી લીગ મેચમાં ૨-૩થી હારતાં પાકિસ્તાન બહાર ફેંકાયું હતુ. જાપાન તેની ત્રણેય મેચ જીતીને નવ પોઈન્ટ સાથે ગૂ્રપમાંથી આગેકૂચ કરનારી પ્રથમ ટીમ બની હતી.જાપાન તેની ત્રણેય મેચ જીતીને નવ પોઈન્ટ સાથે ગૂ્રપમાંથી આગેકૂચ કરનારી પ્રથમ ટીમ બની હતી. જ્યારે ભારત અને પાકિસ્તાનના ૪-૪ પોઈન્ટ થયા હતા. જોકે ગોલ ડિફરન્સની રીતે ભારત એક ગોલ આગળ હોવાથી પાકિસ્તાન બહાર ફેંકાયું હતુ. નહીં એશિયા કપ ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગયું છે ત્યારે ગત વર્ષની ચેમ્પિયન ભારત માટે આ વર્ષની ડિઝાઇન જીતવી એટલી જ મહત્વની છે જો તે જીતવામાં સફળતા હાંસલ કરશે તો તેમનું પ્રભુત્વ સૌથી વધુ માત્રામાં જોવા મળશે.
ભારત હવે તેના બીજા રાઉન્ડ એટલે સુપર 4ના બીજા રાઉન્ડમાં જાપાન, મલેશિયા અને સાઉથ કોરિયા સામે ગૂ્રપ મેચીસ રમશે. ઈન્ડોનેશિયા સામેની મેચમાં ભારત તરફથી દિપ્સન તિરકે અને સુદેવ બેલિમગ્ગાએ ૩-૩ અને પવન રાજભાર, એસ.વી. સુનિલ અને સેલ્વમ કાર્થીએ ૨-૨ ગોલ નોંધાવ્યા હતા. ઉત્તમ સિંઘ, સંજીપ ક્સેસ અને બિરેન્દ્ર લાકરાએ ૧-૧ ગોલ નોંધાવ્યા હતા.