ચીની ડ્રેગને ખેલમાં રાજકારણ ઘુસાડયું: ગલવાન વેલીમાં થયેલા અથડામણમાં 42 ભારતીય જવાનો શહીદ થયા હતા
ચાઇના ખાતે વિન્ટર ઓલમ્પિક 4 ફેબ્રુઆરી થી શરૂ થઈ રહ્યું છે અને 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે ત્યારે ચીની ડ્રેગન ખેલમાં રાજકારણ ઘુસાડતા ભારતે વિરોધ દાખવ્યો છે. ભારત અને ચાઇના વચ્ચે જે ગલવાન વેલીમાં અથડામણ થઈ હતી તેમાં સંડોવાયેલો હરામિ ને વિન્ટર ઓલમ્પિક ની ટોર્ચ આપવામાં આવતા પ્રશ્નો ઉભા થયા છે. પરિણામે ભારતે વિન્ટર ઓલમ્પિકના ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીમાં હાજર ન રહેવા માટે જણાવ્યું છે. ગલવાન વેલીમાં જે અથડામણ થઈ હતી, તેમાં 42 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. તેથી જે સ્થિતિ ઊભી થઇ છે તેને ન સ્વીકારતા ભારત દેશ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે ઓલમ્પિકમાં ચાઇના દ્વારા રાજકારણ ઘૂસાડવામાં આવી રહ્યું છે ત્યારે જે જવાનને ઓલમ્પિકની ટોચ સોપવામાં આવી છે તે પીપલ લિબરેશન આર્મી એટલે પીએલએનો રેજીમેન્ટ કમાન્ડર છે જે 2020 માં થયેલા અથડામણમાં સમાવેશ થયો હતો. વિન્ટર ઓલમ્પિક બેઈજિંગ ખાતે જ્યોતિષ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે ત્યારે માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા, યુકે અને કેનેડા એ પણ વિરોધ દર્શાવ્યો છે. ભારતે બેઈજિંગ ખાતે ઓલમ્પિક શરૂ થયો છે તેના અને ક્લોઝિંગ સેરેમનીમાં સહભાગી ન થવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે જેનાથી બંને દેશો વચ્ચે સંબંધો પણ ક્યાંક ને ક્યાંક ખાટા થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ચાઇના દ્વારા જે પગલું ભરવામાં આવ્યું છે તેને ધ્યાને લઇ ભારતે હાઇ લેવલ ના ડેલિગેશન ને પણ બેઇજિંગ મોકલ્યું નથી અને ત્યારે રાજદ્વારી પક્ષે ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં નહીં આવે. અભાગી થનારા વિવિધ દેશોનું માનવું છે કે ચાઈનાએ ઓલમ્પિકમાં રાજકારણ ઉતાર્યું છે જેથી જે યોગ્ય રમત રમવી જોઈએ તે નહીં રમાય. જેથી ભારતના રાજદ્વારીઓ દ્વારા વિન્ટર ઓલમ્પિક ના અને ક્લોઝિંગ ઇવેન્ટ નો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ઓલમ્પિક રમત મુખ્યત્વે વૈશ્વિક દેશો સાથેના વ્યવહારો અને સંબંધો ને વિકસાવવા માટે પ્રયત્નશીલ રહેતું હોય છે પરંતુ હાલ જે સ્થિતિનું નિર્માણ થયું છે તેને ધ્યાને લઇ ભારત દ્વારા અને અન્ય દેશો દ્વારા પણ આ મુદ્દે વિરોધ દર્શાવવામાં આવ્યો છે.