ભારતીય સમુદ્રમાં એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન(EEZ)ની અંદર, ગયા સપ્તાહે USA દ્વારા કરવામાં આવેલા નૌકાદળના ઓપરેશન અંગેના મતભેદોમાં અમેરિકાએ તેના વલણમાં સુધારો કર્યો છે. ભારતની પરવાનગી વિના આ પ્રવૃત્તિ લક્ષદ્વીપ નજીક કરવામાં આવી હતી, જે અંગે ભારતને જાણ થતા, તાત્કાલિક રાજદ્વારી માધ્યમો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
USA સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “7 એપ્રિલના રોજ, અમેરિકી નૌકાદળના સાતમા કાફલાના જહાજ USS જોન પોલ જોન્સે હિંદ મહાસાગરમાં રૂટિન ફ્રીડમ ઓફ નેવિગેશનની કામગીરી હાથ ધરી હતી. હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં પ્રાદેશિક સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર અમે ભારત સાથે ભાગીદારીની પ્રશંસા કરીયે.” આ કામગીરી આંતરરાષ્ટ્રીય કાયદા અને દરિયાઇ સ્વતંત્રતા માટે બહાર પાડવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન દર્શાવે છે.
જહાજ USS જોન પોલ જોન્સે હિન્દ લક્ષદ્વીપ નજીક ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન હાથ ધર્યું હતું, જે ભારતીય સમુદ્રી સુરક્ષા નીતિની વિરુદ્ધ હતું, કારણ કે આવી કવાયત કરવા માટે ભારતની મંજૂરીની જરૂર પડે. અમેરિકેએ સાતવેં બેડેની પબ્લિક અફેયર્સને આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, “ભારત પાસે આવી કવાયતો માટે પરવાનગી મંગાવી એ આંતરરાષ્ટ્રીય કાયદામાં નથી આવતું.
ભારતે જવાબ આપતા કહ્યું હતું કે, સમુદ્ર કાયદા અંગેના સંયુક્ત રાષ્ટ્રના કરાર મુજબ કોઈ પણ દેશ બીજા દેશની EEZની સીમામાં પરવાનગી વિના સૈન્ય કોઈ કવાયત ના કરી શકે.”
રવિવારે અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનના પ્રેસ સચિવ, જોન એફ. કિર્બીએ જહાજ USS દ્વારા કરવામાં આવેલી કવાયતને ‘નિર્દોષ આંદોલન’ ગણવામાં આવ્યું હતું, અને સૂચવ્યું હતું કે સૈન્ય દ્વારા કોઈ કવાયત હાથ ધરવામાં આવી નથી.