સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં રશિયા વિરુદ્ધના મતદાનથી ભારત દૂર રહ્યું, અન્ય 16 દેશોએ પણ મતદાન ન કર્યું
યુક્રેનના યુદ્ધને લઈ રશિયા સામે યુએનમાં માનવાધિકાર ભંગની કાર્યવાહીમાં ભારતે તટસ્થ વલણ રાખ્યું છે. જેમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં રશિયા વિરુદ્ધના મતદાનથી ભારત દૂર રહ્યું છે.આ આ સાથે અન્ય 16 દેશોએ પણ મતદાન ન કર્યું હોવાનું જાહેર કરાયુ છે.ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં તેના મિત્ર રશિયાનું સમર્થન કર્યું છે. ભારત મંગળવારે યુક્રેનમાં રશિયા દ્વારા કથિત માનવાધિકાર ઉલ્લંઘન પર યુએનના ડ્રાફ્ટ ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહ્યું. ભારતની સાથે અન્ય 16 દેશો એવા હતા જેમણે પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો.
વાસ્તવમાં, સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાં જે ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં યુક્રેનમાં માનવાધિકારના ઉલ્લંઘનને લઈને તપાસને મંજૂરી આપવાનો ઉલ્લેખ હતો. આ માટે ગયા વર્ષે એક સમિતિની રચના કરવામાં આવી હતી. યુએનમાં મતદાન દરમિયાન 28 દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું.તે જ સમયે, ચીન અને એરિટ્રિયા એવા બે દેશો હતા જેમણે જનરલ એસેમ્બલીમાં ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. મતલબ કે આ બંને દેશો ખુલ્લેઆમ પ્રસ્તાવની વિરુદ્ધમાં જોવા મળ્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે ભારતે મતદાનથી દૂર રહેવાની રણનીતિ અપનાવી હોય.
ગયા વર્ષે, જ્યારે તપાસ માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, ત્યારે પણ ભારતે મતદાનમાં ભાગ લીધો ન હતો. ભારત અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા તમામ ઠરાવ પર મતદાનથી દૂર રહ્યું છે.આમાં છ ઠરાવો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે ત્રણ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં હતા, જેમાં રશિયાએ યુક્રેનમાં કાર્યવાહીની નિંદાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. નાટો સહિત પશ્ચિમના મોટાભાગના દેશો યુક્રેનમાં રશિયા દ્વારા ચલાવવામાં આવેલા યુદ્ધની વિરુદ્ધ છે.
મતદાનથી દૂર રહ્યા પછી, યુએનમાં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર પવન બધેએ યુક્રેનમાં નાગરિકો પર હુમલાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી અને લોકોના માનવ અધિકારોનું રક્ષણ કરવા હાકલ કરી.
તેમણે કહ્યું કે આ મુદ્દે અમારું વલણ પહેલાથી જ સ્પષ્ટ છે. રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે બંને દેશોને આર્થિક રીતે નુકસાન થયું છે, પરંતુ યુક્રેનને માનવીય રીતે વધુ નુકસાન થયું છે.