બીજા તબક્કામાં જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટીકલ્સ અને સ્ટીલ સહિતના ક્ષેત્રમાં પણ ચીનના વર્ચસ્વને છીનવી લેવાશે

વિશ્ર્વમાં મોટાભાગના ક્ષેત્રો ચીનના માલ ઉપર નિર્ભર છે. લોકડાઉનના કારણે ભારતને વિશ્ર્વમાંથી નિકાસ ક્ષેત્રે ચીનનો પર્યાય બનવાની તક સાંપડી છે. ભારત હવે મેડિકલ, ટેકસટાઈલ, ઈલેકટ્રોનિકસ, પ્લાસ્ટિક અને રમકડા સહિતની વસ્તુની નિકાસમાં ચીનનો પર્યાય બનવા સજ્જ થઈ ચૂકયું છે. ૬ મહિના બાદ ભારતમાંથી ગોલ્ડ એન્ડ જવેલરી, ફાર્માસ્યુટીકલ્સ અને સ્ટીલ સહિતના સામાનની નિકાસ ઉપર પણ પુરતુ જોર અપાશે. સમગ્ર પ્લાનને સરકારે બે તબક્કામાં વહેંચી દીધો છે.

કોરોનાની મહામારીમાં વિશ્ર્વને રાહત મળે એટલે ભારત સરકાર દ્વારા નિકાસ ક્ષેત્રે પ્રથમ તબક્કામાં વૈશ્ર્વિક માંગને ધ્યાને લઈ મેડિકલના કાચા માલ અને ઉપકરણો માટે પ્રોત્સાહનો જાહેર થશે. ચીનનો માલ સસ્તા દરનો હોય છે પરંતુ ભારતનો માલ સસ્તા દરની સાથો સાથ ગુણવતાસભર પણ બનાવાશે. મેડિકલની જેમ ટેકસ ટાઈલસ, ઈલેકટ્રોનિકસ, પ્લાસ્ટિક સહિતના ક્ષેત્રમાં પણ વિશ્ર્વમાં ચીનની જગ્યાએ ભારતનો માલ પહોંચાડવામાં આવશે. આ પ્રથમ તબક્કામાં કેન્દ્ર સરકાર દ્વારા પોલીસીમાં પણ અનેક ફેરફાર થાય તેવી ધારણા છે.

બીજા તબક્કામાં ભારત સરકાર દ્વારા નિકાસ માટે જેમ્સ એન્ડ જવેલરી, ફાર્માસ્યુટીકલ્સ અને સ્ટીલ સહિતના સેકટરને આવરી લેવામાં આવશે. આ તબક્કો આગામી છ મહિના બાદ શરૂ  થશે. કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં એકસ્ટર્નલ અફેર મિનિસ્ટર અને ઈન્ડિયન મિશન (એબ્રોડ) સાથે નિકાસ ક્ષેત્ર માટેના પ્લાનની ચર્ચા થશે. વર્તમાન સમયે અનેક દેશો એવા છે જેઓ પોતાનો સઘળો મદાર ચીન ઉપર રાખવા માંગતા નથી. કોરોના જેવી મહામારીએ ચીન પરની નિર્ભરતાના ગંભીર પરિણામોથી વિશ્ર્વને વાકેફ કર્યું છે. ભારત કોરોના મહામારીના સંક્રમણ બાદના દિવસોનો ફાયદો ઉઠાવવા જઈ રહ્યું છે. જે ક્ષેત્રમાં ચીન દ્વારા ડમ્પીંગ કરવામાં આવ્યું છે તે ક્ષેત્રમાં કોસ્ટ ઘટાડવાનો વિકલ્પ હાથ ધરાશે. કેન્દ્ર સરકાર આગામી સમયમાં ઈમ્પોર્ટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે. કૃષિ અને પ્રોસેસીંગ ફૂડ આઈટમ ક્ષેત્રે પણ ભારતને નિકાસ માટે ખૂબ મોટી તક રહેલી છે. આવા સમયે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિયમોના કારણ આગળ ધરી ભારતને રોકવાનો પ્રયાસ થશે. તેની માટે પણ સરકારે તખતો તૈયાર કર્યો છે. ઓટો સેકટર પર પણ ધ્યાન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં નિકાસ ઉપર પુરતુ ધ્યાન ૩ મહિના બાદ અપાશે. આગામી સમયમાં ઉત્પાદનની સાથો સાથ નિકાસ ક્ષેત્રે પણ ધ્યાન આપવાની તાતી જરૂ ર છે. કોરોનાના કારણે ચીનની છબી ખરડાઈ છે. આવા સંજોગોમાં ભારતની છબી વિશ્ર્વ સમક્ષ ઉજળી છે જેનો ફાયદો નિકાસમાં ઉઠાવાશે તેમ માનવામાં આવે છે.

  • ખેત આધારીત નાના અને મધ્યમ ઉદ્યોગોને ઉભા કરવા સરકારનું પેકેજ તૈયાર!

કપરા સમયમાં મરણતોલ ફટકો સહન કરનાર ખેત આધારીત નાના અને મધ્યમ ઉદ્યોગોને ઉભા કરવા સરકારે યોજના ઘડી કાઢી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા મુજબ ખેત આધારીત લઘુ અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવા સરકારે રાહત પેકેજ તૈયાર કર્યું છે. આ ઉપરાંત ખેત આધારિત નાના અને મધ્યમ ઉદ્યોગો માટે અલાયદી પોલીસી પણ રચવામાં આવનાર છે. નોંધનીય છે કે, નાના અને મધ્યમ ઉદ્યોગોના કારણે દેશમાં લાખો રોજગારીઓ ઉભી થાય છે. કોરોનાના કપરા સમયે નાના ઉદ્યોગોને ઉભા કરવા આવશ્યક છે. સરકારે થોડા સમય પહેલા ઉદ્યોગ સેકટરને કેટલીક રાહત આપવાની તૈયારી કરી હતી. અલબત હવે ખાસ નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત મળશે.

  • નિકાસકારોને પ્રોત્સાહિત કરવાના સરકારના પ્રયાસોમાં ડબલ્યુટીઓનો રોડો

નિકાસકારોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય ભારત સરકાર દ્વારા લેવાયો હતો. પરંતુ વૈશ્ર્વિક વ્યાપારના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું બહાનુ આગળ ધરી વિશ્ર્વ વ્યાપાર સંગઠને ભારતનો વિરોધ કર્યો હતો. જવેલરી, ફાર્મા અને એન્જીનિયરીંગ અને લેધર સહિતના સેકટરમાં ભારતે નિકાસને પ્રોત્સાહિત કરવા માટે કેટલીક પ્રોત્સાહન યોજનાઓ ઘડી હતી. પરંતુ વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ધારા-ધોરણ મુજબ આ યોજનાઓ ન હોવાનું બહાનુ આગળ ધરાઈ રહ્યું છે. જેથી ભારત પણ ઉકળી ઉઠયું છે. વર્તમાન સમયમાં ઉદ્યોગોની હાલત ખરાબ હોવાથી આગામી સમયમાં પ્રતિસ્પર્ધી દેશોથી આગળ નિકળવું ભારત માટે ખુબજ જરૂ રી છે.

  • વ્યાજખાદ્ય અને રૂપિયાની તરલતા માટે ‘ન-નફા, ન-નુકશાન’ પદ્ધતિ અપનાવવા રિયલ એસ્ટેટને ગડકરીનું સુચન

કોરોનાના કારણે અનેક હાઉસીંગ યુનિટ વેંચાયા વગર પડ્યા છે. પરિણામે વ્યાજ ખાદ્ય સર્જાશે અને રૂ પિયાની તરલતા પણ નહીં જોવા મળે તેવી દહેશત વચ્ચે ન-નફા, ન-નુકશાનની પદ્ધતિથી હાઉસીંગ યુનિટનું વેંચાણ કરવામાં આવે તેનું સુચન મંત્રી ગડકરી દ્વારા કરવામાં આવ્યું છે. મંત્રી ગડકરીએ રિયલ એસ્ટેટ સેકટરને સંપૂર્ણ સહકારનું વચન પણ આપ્યું છે.

બિલ્ડરો પોતાની દરખાસ્તો મિનિસ્ટરી ઓફ હાઉસીંગ એન્ડ ફાયનાન્સ તથા વડાપ્રધાન કાર્યાલયને મોકલે તેવું સુચન પણ ગડકરીએ કર્યું છે. વર્તમાન સમયે દેશમાં રૂ પિયાની તરલતા જાળવવી ખુબજ આવશ્યક છે. ઉપરાંત પ્રોજેકટો વેચાયા વગર પડ્યા હોવાથી વ્યાજ ખાદ્ય પણ વધે તેવી દહેશત છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ગડકરીના સુચન બાદ ક્યાં પ્રકારના પગલા લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.