Abtak Media Google News
  • પાકિસ્તાનના સંસદ ભવનમાં સાંસદે કાઢ્યો બળાપો
  • કરાચીને 15 વર્ષથી શુદ્ધ પાણી નથી મળતું, જ્યારે પણ પાણી આવે છે ત્યારે ટેન્કર માફિયાઓ દ્વારા કબજે કરવામાં આવે છે

ભારતે છેલ્લા દશકામાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. પાકિસ્તાન તેનાથી બરાબર રીતે પરિચિત છે પણ અદેખાઈને કારણે પાકિસ્તાને ક્યારેય ભારતના વખાણ કર્યા નથી. ત્યારે પાકિસ્તાનના સાંસદ સૈયદ મુસ્તફા કમલે સંસદ ભવનમાં જ ભારતની દિલથી પ્રશંસા કરી છે.  પાકિસ્તાની સાંસદે કહ્યું કે એક તરફ કરાચીમાં ખુલ્લી ગટર બાળકોની હત્યા કરી રહી છે, તો બીજી તરફ ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે.

પાકિસ્તાનની રાજકીય પાર્ટી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાનના સાંસદ સૈયદ મુસ્તફા કમલે ત્યાંની સંસદમાં પોતાના સંબોધનમાં દેશની સરકારોને અરીસો બતાવ્યો હતો. જેમાં તેઓએ કહ્યું કે  ’આજે જ્યારે દુનિયા ચંદ્ર તરફ આગળ વધી રહી છે, ત્યારે પણ અમારા બાળકો કરાચીમાં ગટરમાં પડીને મરી રહ્યા છે.  જ્યારે આપણે આપણા ટીવી સ્ક્રીન પર સમાચાર જોઈએ છીએ કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને માત્ર બે સેક્ધડ પછી સમાચાર આવે છે કે કરાચીમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક બાળકનું મૃત્યુ થયું છે.  કરાચીમાં તાજા પાણીની અછતનો ઉલ્લેખ કરતા નેતાએ કહ્યું, ’કરાચી પાકિસ્તાનનું રેવન્યુ એન્જિન છે.  દેશમાં બે બંદરો છે અને બંને કરાચીમાં છે.  એક રીતે તે દેશનું પ્રવેશદ્વાર છે. કરાચીને 15 વર્ષથી શુદ્ધ પાણી નથી મળતું, જ્યારે પણ પાણી આવે છે ત્યારે ટેન્કર માફિયાઓ દ્વારા કબજે કરવામાં આવે છે.

સૈયદ મુસ્તફા કમાલનું આ નિવેદન પાકિસ્તાનના અન્ય એક વરિષ્ઠ નેતા મૌલાના ફઝલુર રહેમાનના નિવેદન બાદ આવ્યું છે, જેમાં મૌલાના ફઝલુર રહેમાને કહ્યું હતું કે ’ભારત અને પાકિસ્તાનને સાથે મળીને આઝાદી મળી હતી, પરંતુ આજે તેઓ (ભારત) મહાસત્તા બનવાની કોશિશ કરી રહ્યા છે. અને અમે નાદારી ટાળવા માટે વિનંતી કરી રહ્યા છીએ. બીજી તરફ, ગયા વર્ષે ઓગસ્ટમાં, ભારતનું ચંદ્રયાન-3 લેન્ડર ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે પહોંચનાર દેશનું પ્રથમ અવકાશયાન બન્યું હતું.  ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ પણ બન્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે અને મોંઘવારી અને વધતા દેવાના કારણે સરકારને દેશ ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.  પાકિસ્તાન સરકાર ફરી એકવાર આઈએમએફ પાસે લોનની માંગ કરી રહી છે.

પાકિસ્તાનમાં લગભગ અઢી કરોડ બાળકો શાળાએ જતા નથી

એક અહેવાલને ટાંકીને સૈયદ મુસ્તફા કમલે કહ્યું, ’સિંધ પ્રાંતમાં લગભગ 70 લાખ બાળકો શાળાએ નથી જઈ રહ્યા અને રાષ્ટ્રીય સ્તરે આ આંકડો લગભગ 2.6 કરોડ છે. કરાચી સિંધ પ્રાંતની રાજધાની છે.  મુસ્તફા કમલે કહ્યું, ’અમારી પાસે કુલ 48 હજાર શાળાઓ છે, પરંતુ એક રિપોર્ટ દર્શાવે છે કે તેમાંથી 11 હજાર શાળાઓ ખાલી છે.  દેશમાં 2.62 કરોડ બાળકો શાળાએ જઈ શકતા નથી.  આનાથી દેશના નેતાઓની ઊંઘ હરામ થવી જોઈએ.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.