ભારત ઓંટોમોબાઈલ ષેત્રે વર્ષ ૨૦૧૭ માં સંપૂર્ણ ગતિ સાથે આગળ વધ્યું છે . નવી ગાડી અને લાઇટ કોમર્શિયલ વાહનોનું વેચાણ ૮.૮ ટકા જેટલું વધ્યું હતું અને ૩૬.૧ મિલિયન એકમોનું વિક્રમી વેચાણ પણ થયું હતું. એટલે કે, વોલ્યુમ દ્વારા ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઓટોમોબાઇલ બજાર બની ગયું છે. વર્ષ ૨૦૧૬ માં ભારતમાં ૩૩.૨ મિલિયન વાહનો વેચાયા હતા.
ગ્લોબલ ઓટોમોટિવ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, વેચાણની વૃદ્ધિને પગલે સારી આર્થિક સ્થિતિમાં ભારત મુકાયું છે. ઉપરાંત, ભારતે વૈશ્વિક રેન્કિંગમાં પોતાનું સ્થાન પણ જાળવી રાખ્યું છે. જ્યારે વૃદ્ધિમાં પણ વધારો જોવા મળ્યો છે. જેટોના જણાવ્યા મુજબ, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા વાહન બજાર બની ગયું છે. ભારતીય ઓટોમોબાઇલ માર્કેટ જર્મનીની નજીક છે. ભારત અને જર્મની વચ્ચેનો તફાવત ૨૦૧૬ માં ૨.૮૭ લાખ એકમોનો હતો, જે ગયા વર્ષે ફક્ત ૯૬,૨૦૦ નોજ રહ્યો છે જે એક સરાહનીય વાત કહી સકાઈ. પેસેન્જર વાહનો ની વૃદ્ધિ ૭.૭ ટકા અને હળવા વ્યાપારી વાહનોની વૃદ્ધિ ૧૯.૨ ટકા રહી હતી.
જૈટોના ગ્લોબલ ઓટોમોટિવ એનાલિસ્ટ ફેલીપ મુંજે જણાવ્યું હતું કે ભારતીય કાર બજાર ઝડપથી વિશ્વના ટોચના ૩જા સ્થાન સુધી પહોંચવા તરફ આગળ વધી રહ્યું છે. એવા ઘણા પરિબળો છે જે આગામી વર્ષોમાં વિકાસના ઘણા મજબૂત સંકેતો અને આપે છે. વધુ ને વધુ કાર કંપનીઓ તેમના ઉત્પાદનનું સ્થાનીકરણ કરી રહી છે અને બજારમાં વધુ આધુનિક મોડલ્સ રજૂ કરવામાં આવી રહ્યાં છે. કદાચ આ વર્ષે ભારત જર્મની છોડી દેશે તો નવાઈ નહિ.