કોરો ના તે સમગ્ર વિશ્વને આકુળ વ્યાકુળ કરી મૂક્યું છે કરોડોના સંક્રમણને લાખોના મૃત્યુ તે સમગ્ર વિશ્વ હચમચી ઉઠયું છે તેવા સંજોગોમાં કોરોના ની રસી ના આગમન એ સૌને એ વાતની આશા આવી છે કે હવે આ મહામારી થી દરેકને સુરક્ષાકવચ પ્રાપ્ત થશે કોરોના ની રસી ની રસાખેચ માં સમગ્ર વિશ્વનું ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પોત પોતાના ઘોડા હોય એટલી તાકાતથી દોડાવી રહ્યા છે સમગ્ર વિશ્વની કંપનીઓ અબજો રૂપિયાના આ કારોબારને પોતાના લાભમાં વધુને વધુ ખેંચવા માટે પ્રયત્નશીલ છે તેવા સંજોગોમાં ભારતની ત્રણે રસીઓ અને સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ માન્યતા મળી છે તેવા સંજોગોમાં ભારતના આ ત્રિદેવ શસ્ત્રથી દેશમાં તો કોરોના નું કદ વેતરાય જ જશે પરંતુ આ કવાયતમાં વૈશ્વિક ફલક પર પણ ભારતનું નામ અને કાર્યક્ષમતા ઝળહળી ઊઠશે તેમાં બેમત નથી ભારતમાં કોઈ વ્યક્તિ રસીથી બાકી ન રહે તેના ઉપર ભાર મૂકાય રહ્યું છે ૩૦ કરોડ લોકોને રસી આપવા માટે ૬૬ કરોડ ડોઝ નો ઓર્ડરઆપવામાં આવ્યો છે અને પ્રાયોગિક ધોરણે સ્વદેશી ધોરણે તૈયાર કરવામાં આવેલી રસી નું ટ્રાયલ પણ શરૂ થઇ ચૂક્યું છે તેવા સંજોગોમાં ભારત ની આ રસી દેશમાં તો ધૂમ મચાવશે જ પરંતુ વિશ્વના અનેક દેશોમાં ભારતની આ રસી જીવનનો આધાર બની રહેવાની છે. આત્મનિર્ભર ભારત ના ક્ધસેપ્ટને સમગ્ર વિશ્વ પરિણામદાયી તબક્કામાં જોવાનો મોકો મળશે કોરોના કાળમાં જ્યારે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો રસોઈ બનાવવા માટે રાત-દિવસ એક કરતા હતા ત્યારે ભારતના વૈજ્ઞાનિકો એ કોરોના ની ઓળખ તેની વ્યવસ્થા અને રસી બનાવીને ભારત સફળ રાષ્ટ્ર બન્યું છે.
Trending
- Look Back 2024: નવા વર્ષ પહેલા જોવા માટેના best movies
- અમદાવાદ : આજથી 22મો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ શરૂ, જાણો ક્યાં, સમય અને ક્યારે થશે સમાપ્ત ?
- સ્વાદ પ્રિય લોકો માટે ખાસ! હવે મિનિટોમાં બનાવો સાબુદાણાની ટિક્કી
- હવે બજાર જેવી જ ક્રન્ચી પાણીપુરી ઘરે બનાવો!!!
- Khel Mahakumbh 2025 : રમશે ગુજરાત…જીતશે ગુજરાત…4 જાન્યુઆરીથી રાજકોટમાં ખેલ મહાકુંભ 3નો પ્રારંભ
- આ મંદિરોની વાસ્તુકલા પ્રવાસીઓને કરે છે આકર્ષિત
- Street food lovers: હવે ઘરે જ બનાવો મુંબઈ સ્પેશિયલ વડાપાવ; અપનાવો આ સિક્રેટ રેસિપી
- Surat: 100 જેટલા વિદ્યાર્થીઓના બોગસ એડમિશન કરાયા રદ