અબતક, રાજકોટ: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પર્યાવરણનો મુદ્દો ઉઠાવવામાં આવતાં ભારતે વિરોધ નોંધી જણાવ્યું હતું કે જ્યાં જેની ચર્ચા થવી જોઈએ ત્યાં જ કરવાની હોય, ભારતના સ્થાનિક પ્રતિનિધિ ટી.એસ તિરુ મૂર્તિએ જણાવ્યું હતું કે ભારત હંમેશાં વિશ્વ વિકાસની વાતો નો હિમાયતી છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સંઘ માં પર્યાવરણનો મુદ્દો ઉઠતા તેનો વિરોધ કર્યો હતો, ભારત એવો બીજો દેશ છે જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સંઘ ની બેઠકમાં ક્લાઇમેટ એક્શન અને કલાઈમેટ જસ્ટિસ ના ઠરાવોનું વિરોધ કર્યો છે.

તીરુ મૂર્તિએ ભારતના આ વલણ અંગે જણાવ્યું હતું કે એમાં કોઈ શંકા નથી કે, ભારત ક્લાઈમેટ ચેન્જ અંગે ચિંતિત નથી… હંમેશા ભારત પર્યાવરણ જાળવણી માટેના પગલા ની તરફદારી કરે છે હંમેશા વિશ્વ વિકાસના હિમાયતી રહ્યા છીએ આફ્રિકા અને સાહેલ પ્રદેશ મ પર્યાવરણની જાળવણી ની તકેદારી મા ભારત રાખે છે.

પરંતુ પર્યાવરણ અંગેની ચર્ચા અને મુદ્દાઓ પર્યાવરણ સમિતિમાં થવા જોઈએ નહીં કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો ને એકસિડન અમેરિકન ડોલરનું ભંડોળ ટૂંક સમયમાં આપી દેવું જોઈએ ભારતને રશિયાનું પણ સમર્થન મળ્યું હતું પર્યાવરણ અંગેની વાતો  સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદમાં ન થવી જોઈએ એના માટે પર્યાવરણ સમિતિમાં જ ચર્ચા થવી જોઈએ એવું ભારતે અપનાવીને સંયુક્ત રાષ્ટ્રમાં પર્યાવરણ નો મુદ્દો ઉઠાવતા ભારતે વિરોધ નોંધાવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.