15મી ઓકટોબરે મેચ રમાવાની હોય તેજ દિવસે નવરાત્રીનો આરંભ થતો હોય તારીખમાં ફેરફાર કરવાની બીસીસીઆઈની વિચારણા
ક્રિકેટ વિશ્વના બેપરંપરાગત કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી 15મી ઓકટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની મેચ રમાવાની છે. દરમિયાન 15મી ઓકટોબરથી જ નવરાત્રી મહોત્સવનો આરંભ થતો હોય બીસીસીાઅઈ દ્વારા ભારત પાક વચ્ચેના મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
આઈસીસી દ્વારા ક્રિકેટ વર્લ્ડકપ માટેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15મી ઓકટોબરનાં રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વનડે મેચ રમાશે. તેવી ઘોષણા કરતાની સાથે જ મેચની મોટાભાગની ટીકીટો ચપોચપ વેચાય ગઈ છે. આ ઉપરાંત તમામ હોટલોમાં પણ બુકીંગ હાઉસ ફુલ થઈ ગયા છે. 15મી ઓકટોબરથી જ નવરાત્રી મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં નવરાત્રીનું ખૂબજ મહત્વ છે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાના પણ સવાલો ઉભા થાય તેમ હોય બીસીસીઆઈ દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારો વિશ્વકપની મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આગામી દિવસોમાં નવી તારીખું એલાન કરવામાંઆવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચાર મેચ રમાવાની છે જેમાં ભારત-પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ-ઈગ્લેન્ડ અને ઈગ્લેન્ડ ઓસ્ટ્રેલીયા વચ્ચે લીગ મેચ રમાશે આ ઉપરાંત વર્લ્ડકપની ફાઈનલ મેચ પણ અમદાવાદ ખાતે જ રમાવાની છે. નવરાત્રી મહોત્સવના કારણે ભારત પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપની મેચની તારીખમા ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના છે.