સીસીટીવી કેમેરા, નાઇટ વિઝન, હેડ હેલ્ડ થર્મલ ઇમેજ, ગ્રાઉન્ડ સેન્સર અને હાઇપાવર ટેલીસ્કોપ સહિતના અત્યાધુનિક ઉપકરણોથી સજજ એવી સ્માર્ટ ફેન્સીંગથી સરહદ પર આતંકવાદીઓની ઘુષણખોરીઓ પર રોક લાવશે
ભારત-પાકિસ્તાનની સરહદ પર લગાતાર થઇ રહેલા આતંકી હુમલાઓ અને ઘુષણખોરીને રોકવા મોદી સરકારે ભારતેેનો પ્રથમ એવો સ્માર્ટ ફેન્સ પાયલોટ પ્રોજેકટ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટ ફેન્સ પ્રોજેકટ અંતર્ગત આજથી ફેન્સીંગનું કામ શરુ થઇ ગયું છે. આ કામની શરુઆત ગૃહમંત્રી રાજનાથ સિંહે કરાવી છે.
સીમમાં સુરક્ષા બળના મહાનિર્દેશક કે.કે. શર્માએ આ વિશે માહીતી આપતા જણાવ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી ભારતની ૨૪૦૦ કી.મી. લાંબી સીમા પર અત્યાધુનિક ઇલેકટ્રોનીક ઉપકરણો લગાવાશે. જો કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તેમજ બન્ને દેશના સુરક્ષા બળો વચ્ચેના સંબંધો મૈત્રી પુર્ણ છે તેથી વ્યાપક એકીકૃત સીમા પ્રબંધક પ્રણાલી અંતર્ગત પહેલા પાકિસ્તાન સાથેની સીમા પર આ સ્માર્ટ ઉપકરણો લગાવાશે.
આ સ્માર્ટ ફેન્સીંગ પ્રોજેકટનું પ્રથમ કામ જમ્મુમાં શરુ કરાયું છે. કે .કે. શર્માએ વધુમાં કહ્યું કે, આ ફેન્સીંગનું નિર્માણ ઇલકેટ્રોનીક નિગરાની વાળા ઉપકરણોથી કરાશે. જેમાં સીસી ટીવી કેમેરા નાઇટ વર્જન ઉપકરણ, હેંડ હેલ્ડ થર્મલ ઇમેજ, યુઘ્ધ ક્ષેત્રમાં નજર રાખનારા રડાર, ગ્રાઉન્ડ સેન્સર, હાઇપાવર ટેલીસ્કોપ સહીતના અત્યાધુનિક ઉપકરણોનો સમાવેશ છે. જો આ ફેન્સીંગની નજીક કોઇ આવશે તો તેની જાણકારી તુરંત જ કેન્દ્રીય નિગરાની પ્રણાલીને મળશે. આમા આતંકવાદીઓની ધુષણખોરીને રોક લાગશે.