“રપોર્ટ્સ અને ગેઇમ” બંને શબ્દોમાં બહુ મોટું અંતર છે. જ્યારે કોઈ પણ રપોર્ટ્સ રમાતું હોય ત્યારે તેમાં સ્પોર્ટ્સ મેન રિપીટર શબ્દ વપરાઇ છે પણ ગેઇમમાં તો એક બીજાને પાડી દેવાની જ વૃત્તિ હોય છે. ૧૯૪૭ના ભાગલા સર્વસ્વિકૃત્તિથી લેવામાં આવેલો નિર્ણય ન હતો. ભારત અને પાકિસ્તાન બંનેની પ્રજાને એકબીજા માટે નફરત ઉભી કરવા માટે સમયના પ્રસંગો પૂરતા હતા. પોતાનો ગુસ્સો ક્યાંક તો ઉતારવો એવો વિચાર કદાચ ક્રિકેટની રમતમાં ઘર કરી ગયો! ભારત-પાકિસ્તાનનો મેચ હોય ત્યારે જાણે ક્રિકેટનહીં પણ સરહદ પર કોઈ લડાઇ ચાલુ થઈ ગઈ હોય એમ લાગે. આવા જ વિચારો સાથે જ્યારે કરોડો દર્શકો મેચ જોતા હોય તો તેમનું કેટલું મોટુ દબાણ ક્રિકેટ પર હશે? આ દબાણ વચ્ચે ખેલાડીઓ રમવું એ સામાન્ય ધટના નથી પણ જ્યારે બંને પક્ષે દબાણ હોઈ છે ત્યારે કદાચ મામલો ઇક્વલ સ્ટેટસ પર આવી જતો હશે…
આમ તો 1951-52 અને 1954-55માં પહેલીવાર ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સિરિઝ રમવામાં આવી હતી પણ એ પછી ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાનના યુદ્ધ અને પરિસ્થિતિઓના કારણે બંને દેશ વચ્ચે ક્રિકેટ રમવું શક્ય નહોતું બન્યું. આ પછી અન્ય દેશો જેમ કે શારજાહ, કેનેડા ટોરેન્ટો જેવા સ્થળો પર ભારત-પાક વચ્ચે મેચ ગોઠવવામાં આવતા. આ ઘટનાક્રમ 1980 સુધી ચાલ્યો. આ પછી તો કેનેડાએ 1990માં આ બંને દેશ માટે ફ્રેન્ડશીપ કપ પણ શરૂ કર્યા. આમ પણ બે બિલાડીની લડાઇમાં વાંદરો કમાણી કરે જ, ભારત-પાક મેચમાં જેટલું ઓડિયન્સ જોવા મળે છે એટલું અન્ય કોઈ પણ દેશના મેચમાં હજુ સુધી જોવા મળ્યું નથી.
આ પછી કારગીલ યુદ્ધ અને આતંકવાદ જેવા મુદ્દાઓએ ભારત-પાક ક્રિકેટ લગભગ બંધ જ કરી દીધું હતું પણ સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી બાજપેયીએ અચાનક જ પાકિસ્તાનની મુલાકાત લીધી અને મિત્રતો માટે હાથ લંબાવ્યો, પૂરા પાંચ વર્ષના વનવાસ પછી ૨૦૦૫ અને ૨૦૦૬ માં ભારત-પાકિસ્તાન સીરિઝ ગોઠવવામાં આવી. આ પછી ૨૦૦૮ના મુંબઇ એટેક પછી શેડ્યુયલ થયેલી ક્રિકેટ સિરિઝ જેમાં ભારત પાકિસ્તાન ૧૩ જાન્યુઆરી થી ૧૯ ફ્રેબુઆરી ૨૦૦૯ દરમિયાન ૩ ટેસ્ટ અને 5 વન ડે રમવાના હતાં પણ બંને દેશના ખરાબ સંબંધોના કારણે આ રિરિઝ રદ કરવામાં આવી. આ પછી અનેકવાર મંત્રણાઓ થઈ પણ ૨૦૧૪ સુધી કોઈ ખાસ પરિણામો ન આવી શક્યા. આ માટે ભારત પાસે મજબૂત કારણ હતું પાકિસ્તાને પ્રેરિત કાશ્મીરનો આતંકવાદ…
આ બંને દેશની મેચ જોવા માટેનો ખરો ક્રેઝ ૨૦૧૫ના વર્લ્ડ કપ સમયે જાણવા મળ્યો. ઓરટ્રેલિયા ભારત પાકિસ્તાન મેચનું હોસ્ટ હતું. જેવી ટીકિટ વેંચવાની શરૂઆત થઈ તેની માત્ર 11 મીનીટમાં તમામ ટીકિટ્સ વેચાઈ ગઇ..! જો કે આવી પરિસ્થિતિનો છતા ભારત અને પાકિસ્તાન વચ્ચે 59 ટેસ્ટ આજ સુધી રમાઇ ચૂકી છે જેમાંથી ૧૨ ટેસ્ટ પાકિસ્તાન જીત્યું છે ૧૨૯ વન ડે માંથી ભારત 73 વન ડે અને પાકિસ્તાન 53 વન ડે જીત્યું છે. રીતે જ ૮ ટી-ટ્વેન્ટી પાકિસ્તાન માત્ર એક જ ટ્વેન્ટી જીતી શક્યું છે. ભારત ૬ અને એક ડ્રો રહી છે. કોણ ચડિયાતું એની વાત કરતાં સાચે જ જો ક્રિકેટને માત્ર સ્પોર્ટ્સની જેમ રમાડવામાં આવે તો કદાચ બંને દેશોના સંબંધો સુધરી પણ શકે…