જમ્મુના આંતરિયાળ વિસ્તારોમાં અને બાંગ્લાદેશ બોર્ડર પર પણ કરવા વિચારણા
ભારત-પાકિસ્તાન બોર્ડર પર સતત આતંકી પ્રવૃતિઓ વધી રહી છે ત્યારે ત્વરિત અસરથી ભારત-પાકિસ્તાન બોર્ડરને એક વર્ષની અંદર સ્માર્ટ ફેન્સીંગથી સીલ કરવાનો નિર્ણય અંગે ભારતીય સીકયુરીટી બોર્ડના ચીફ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય સીકયુરીટી ફોર્સ ચીફે જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન બોર્ડર પર સ્માર્ટ ટેકનોલોજી ધરાવતી સિલીંગ જમ્મુ સેકટરમાં આગામી વર્ષના માર્ચ સુધીમાં બનાવવામાં આવશે. બોર્ડર સિકયુરીટી ફોર્સ ડાયરેકટર જનરલ કે.કે.શર્માએ જણાવ્યું હતું કે પાડોશી દેશ બાંગ્લાદેશ સાથેના સંબંધો હાલ સુમેળભર્યા છે પરંતુ આજ પ્રકારની ફેન્સીંગ ભારત-બાંગ્લાદેશ બોર્ડરમાં પણ લગાડવાની વિચારણા છે.
પરંતુ વર્તમાન પરિસ્થિતિ મુજબ પાકિસ્તાન બોર્ડર પર પ્રથમ ફેન્સીંગથી સીલ કરવાની જ‚ર છે. કારણકે ભારત-પાક બોર્ડર પર સતત તંગદિલી વધી રહી છે. આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં પણ આપણી બોર્ડર પર ફેન્સીંગ કરવામાં આવશે. આ પ્રોજેકટ સૌપ્રથમ જમ્મુ સેકટરમાં અમલી બનાવી એક વર્ષમાં સ્માર્ટ ફેન્સીંગથી સીલ કરાશે.