૧૯૪૩નું પાર્ટિશન આજે પણ જ્ઞાતિઓ વચ્ચેની કડવાશામાં ક્યાંક અને કયાંક જવાબદાર છે. ભાગલા વખતે ભારતે સર્વધર્મ સમભાવ સાથે સેક્યુલર ભારત પસંદ કર્યું પણ પાકિસ્તાને પોતાના દેશને મુસ્લિમ દેશ તરીકે ઓળખ આપવાનું નક્કી કર્યું. ભાગલા પછી આજે પણ કમનસીબી છે કે અનેક મુસ્લીમ પોતાને પાકિસ્તાની ગણી રહ્યા છે જ્યારે ભારત તેમને રોજગાર, રહેઠાણ અને ખોરાક આપી રહ્યું છે જ્યારથી બંને દેશ એલગ થયા ત્યારથી જ બંને દેશોના રાજકારણમાં સતત કડવાશ રેલીજ ભર રહી છે. ભાગલા પછી પહેલી જ શરૂઆત હતી જૂનાગઢની. એ સમયે જૂનાગઢ, માણાવદર, માંગરો અને ભાયાવદર જૂનાગઢ રાજ્યના ભાગ હતાં, આ વિસ્તારમાં ૮૦% હિન્દુ વસ્તી હતી પણ જૂનાગઢના રાજા નવાબ મહોબ્બત ખાન મુસ્લીમ હતાં, જેથી તેમણે ભારનમાં રહેવાને બદલે પાકિસ્તાનમાં પોતાના રાજ્યને ઉમેરવાનું નક્કી કર્યું, આઝાદી પછીનું આ પહેલું પોલીટીકલ કોફ્લીક્ટ હતું.
ભૌગોલિક રીતે પણ જૂનાગઢને પાકિસ્તાનમાં ભેડાવવું શક્ય ન હતું, માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે આ ઉકેલ લાવેલો પણ તેની પાછળ જ કાશ્મીરની સમસ્યા ઉભી હતી. કાશ્મીર મુસ્લિમ માઇનોરીટી સ્ટેટ હતું પણ રાજ હરી સિંઘ હતા, હરી સિંધે ન તો પાકિસ્તાનમાં મળવું હતું કે ન તો ભારતમાં, કાશ્મીરમાં પાકિસ્તાનની સીધી બોર્ડર લાગતી હતી જેથી કોઈ પણ સંજોગોમાં કશ્મીરને ભારતનો હિસ્સો બનાવવો જરૂરી હતો. ખૂબ મહેનત અને સમજાવટને અંતે કશ્મીરને ખાસ સત્તાઓ આપવામાં આવી આજની તારીખે પણ કાશ્મીર પોલિટિકલ મુદ્દો બની રહ્યો છે અને તેનું નિવારણ આપણે લાવી સકયા નથી.
સંબંધોની કડવાશ હંમેશા યુદ્ધને નોતરું આપે છે. ૧૯૬૫ અને ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે થયા આ યુધ્ધના કારણે બંને દેશો પોતાની પ્રગતિમાં લગભગ ૧૦ વર્ષ પાછળ પડી ગયા. ગમે તેટલી શાતિ મંત્રણાઓ થઈ, શાર્ક સંમેલનોમાં ચર્ચાઓ થઈ તો પણ ૧૯૯૯માં ફરી એકવાર કારગીલ યુદ્ધ થયું! સિંધુ નદીના પાણી માટે પણ રાજકારણ નથી. બંગાળના રેફ્યુઝીનો પ્રશ્ન પણ નાનો નથી, છેક ૧૯૪૯થી ચાલ્યો આવતો આ પ્રશ્નને હજુ પણ ગમે ત્યારે માથુ ઉચકે છે,અસંખ્ય આતંકવાદી હુમલાઓએ હદ તો ત્યારે કરી કે ૨૦૦૧માં પાર્લામેન્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો અને સાબિત પણ થયું કે આ પાકિસ્તાન પ્રેરિત હુમલો હતો
રાંબધોને સુધારવાની કોશિશ તો કદાચ થતી જ રહી છે અને એટલે જ ભારત પાકિસ્તાન વચ્ચે સમજોતા એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે પણ ૨૦૦૭માં આતંકવાદીઓએ તેના પર પણ બોમ્બ ફેંક્યો અને તેના બીજા વર્ષે જ એટલે કે ૨૦૦૮માં મુંબઇ તાજ ઉપરાંત અન્ય સ્થળોએ આતંકવાદી હુમલાઓ થયા. બંને દેશો વચ્ચે અનેક રીતે લિંક છે જેમ કે કલા, ભૌગોલિક, ભાષા અરે આજે પણ ભારતે પાકિસ્તાનના લોકો લગ્ન કરે જ છે પણ પોલિટિક્સ હોય અથવા પાકિસ્તાનનો નેચર ગણો ક્યારેય બંને દેશો એકબીજાને મિત્રો ગણી શક્યા જ નથી. બંને દેશને મીઠા લાડવાને બદલે કડવું કારેલું જ પસંદ આવી ગયું છે.