વિશ્વ આખાની નજર હેઠળ હાલ જે રીતે ભારત-પાકિસ્તાનનાં સંબંધો બગડયા છે તેનાથી કોઈ અજાણ નથી ત્યારે સાર્ક સમીટમાં ભારત-પાક.નાં વિદેશ મંત્રીઓએ એકબીજાનો બહિષ્કાર કર્યો હતો. યુએન જનરલ એસેમ્બલીમાં જયારે ભારતનાં વિદેશમંત્રી એસ.જયશંકર સંબોધન કરી રહ્યા હતા ત્યારે પાક.નાં વિદેશમંત્રી શાહ મહેમુદ કુરેશી બેઠકમાં ભાગ લીધો ન હતો. જયારે બીજી તરફ પાકનાં વિદેશમંત્રી શાહ મહેમુદ કુરેશી સભાખંડમાં આવ્યા ત્યારે એસ.જયશંકરે પણ સભાખંડ છોડી દીધો હતો. ગત વર્ષથી ચાલુ થયેલા કોલ્ડવોરનાં સાક્ષી સ્વરૂપે જયારે પાકિસ્તાનનાં વિદેશ મંત્રી સંબોધન કરી રહ્યા હતા ત્યારે ભારતનાં સુષ્મા સ્વરાજ પણ બેઠકમાં હાજર રહ્યા ન હતા. હાલ જે રીતે ભારત પાકિસ્તાનનાં સંબંધો વણસી રહ્યા છે તેનાથી કેવી રીતે બચી શકાય તે જોવાનું રહ્યું ત્યારે ભારતે ખુબ જ કુટનીતિ પૂર્વક પાકિસ્તાનને આડે હાથ લીધું છે અને તમામ મોરચે પાક.ને પછાડયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાને બેઠી કરવા અને દેશને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સમગ્ર દેશોની મદદ માંગી રહ્યું છે પરંતુ ભારત દેશ અને સવિશેષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સોગઠી સામે પાકિસ્તાન લાચાર બની ગયું છે અને કેવી રીતે દેશ ઉભરે તે દિશામાં દેશ વિચારી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ જે રીતે પગલા ભરી ગર્લ્ફ દેશો સાથે મંત્રણા કરી જે રીતે પાકિસ્તાનને આડે હાથ લીધું છે તે રીતે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાનને સહેજ પણ બક્ષવામાં નહીં આવે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્ર સિવાય ગુરુવારે ન્યૂયોર્કમાં દક્ષિણ એશિયાઈ સહયોગ સંગઠન(સાર્ક) દેશોની બેઠક થઈ હતી.
આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીનો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. તેમણે બેઠકમાં હાજરી આપવા માટે ઈન્કાર કરી દીધો હતો. ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરના ભાષણ દરમિયાન કુરૈશીની બેઠકમાં હાજર ન હતા. પાકિસ્તાનના આ વર્તન પર જયશંકરે સાર્ક નેતાઓ સામે તીવ્ર પ્રક્રિયા આપી પોતાનું ભાષણ ખતમ કરી બેઠકમાંથી નીકળી ગયા હતા.
તેમણે અંદાજે ૪૫ મિનિટ સુધી સાર્ક દેશોના પ્રતિનિધીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ બેઠકને ખતમ થવામાં અડધો કલાક જેટલો સમય હતો ત્યારે કુરૈશી આ બેઠકમાં સામેલ થયા હતા. ત્યારબાદ પાકિસ્તાનની સત્તારૂઢ પાર્ટી ઙઝઈંએ સાર્ક દેશોની બેઠકમાં કુરૈશીની ગેરહાજરી હોવાનું ટ્વીટ કર્યું હતુ.