અફઘાનમાં વિકાસ કાર્યો માટે પોતાની જવાબદારી સમજી સર્મન આપ્યું હોવાનું તાલિબાનનું નિવેદન
અફઘાનિસ્તાનમાં ભારત, પાકિસ્તાન, તુર્કમેનીસ્તાનની સહાયી ૫૦ હજાર કરોડના ખર્ચે ગેસ પાઈપ લાઈનનું નિર્માણ થઈ રહ્યું છે. આ પાઈપ લાઈન તાલિબાનના કબજા હેઠળના વિસ્તારમાંથી પસાર તી હોય તાલિબાન સો અફઘાન સરકાર વાટાઘાટો કરતી હતી. દાયકાઓના પ્રયાસોના અંતે તાલિબાને આ ગેસ પાઈપ લાઈનને ટેકો આપવાની તૈયારી દર્શાવી છે.
વર્ષો સુધી લટકેલા આ પ્રોજેકટમાં તાલિબાનનું સર્મન મળતા ભારત સહિત પાકિસ્તાન તેમજ તુર્કમેનીસ્તાનને પણ ફાયદો થશે. તાલિબાનના પ્રવકતા જેબીઉલ્લાહ મુઝાહીદે ગયા મહિને કહ્યું હતું કે, તાલિબાન અફઘાનિસ્તાનના પુન: નિર્માણ અને ર્આકિ પાયાને ફરીથી મજબૂત બનાવવા પોતાની જવાબદારી સમજે છે અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને આ મામલે અફઘાનિસ્તાનની મદદ કરવા હાકલ કરી રહી છે.
તુર્કમેનીસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત (તાપી)ની પાઈપ લાઈની દર વર્ષે ૩૩ અરબ કયુબીક મીટર ગેસની સપ્લાય થશે. જેનાથી હજારો લોકોને રોજગારી મળશે.
આ પાઈપ લાઈનના કારણે અફઘાનિસ્તાનની નબળી અર્થ વ્યવસને પણ સારો ફાયદો થશે. સરકારી કંપની તુર્કમેનગાજ, અફઘાન ગેસ એન્ટરપ્રાઈઝ અને ગેલ ઈન્ડિયા લીમીટેડ આ પ્રોજેકટ પર કામ કરી રહી છે.
અફઘાનિસ્તાનમાં ૫૦૦ કિ.મી.થી લાંબી પાઈપ લાઈન તાલિબાનના નિયંત્રણ હેઠળના વિસ્તારમાંથી નીકળે છે. કાબુલમાં અમેરિકા સમર્પીત સરકાર સામે ૧૭ વર્ષી લડી રહેલા તાલિબાને આ પ્રોજેકટમાં સર્મન દર્શાવતા રાજનીતિમાં સમાધાનની આશા પણ જાગી રહી છે. રાષ્ટ્રપતિ અસરફ ગનીએ ગયા અઠવાડિયે જ તાલિબાન સામે શાંતિ પ્રસ્તાવ રાખ્યો હતો. તેઓ તાલિબાનને પોલીટીકલ મુવમેન્ટનો દરજ્જો આપવા તૈયાર છે અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવા મદદ માટે પણ આગળ આવ્યા છે.
નિષ્ણાંતોનું માનવું છે કે, પ્રોજેકટ પૂરો થવાથી તાલીબાન અને અફઘાનિ સરકાર વચ્ચે શાંતિ વાર્તાને શકારાત્મક અસર પડશે. તાલિબાનને પણ લાભ મળશે. જો કે, પ્રોજેકટને અનુસંધાને કેટલીક શંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે. કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે, તાલિબાન ભલે પ્રોજેકટનું સર્મન કરતું પરંતુ કેટલાક આતંકીઓ વિરોધ પણ કરી શકે છે. પરિણામે તાલિબાન ફેરવી તોડે તેવી શંકા છે.
ભારત સરકાર અફઘાનિસ્તાનમાં પુન: વસન અને ર્આકિ માળખાને મજબૂત બનાવવા વર્ષોી કાર્યરત છે. તાલિબાનનો ટેકો મળતા ભારત સરકારની આ સિધ્ધિની આંતરરાષ્ટ્રીયસ્તરે નોંધ લેવાઈ છે. થી.૫૦ હજાર કરોડની ગેસ પાઈપ લાઈનને તાલિબાનનું સર્મન મળતા ભારત માટે અફઘાનમાં વિકાસ કાર્યો કરવા સરળ શે.
પાકિસ્તાની આતંકી મુલ્લા ફઝલુલા ઉપર ૩૫ કરોડનું ઇનામ જાહેર કરતું અમેરિકા
પાકિસ્તાનના તાલિબાની આતંકી મુલ્લા ફઝલુલ્લાહની જાણકારી આપનારને ૫ મીલીયન ડોલર (અંદાજે રૂ.૩૫ કરોડ)નું ઈનામ આપવાની જાહેરાત અમેરિકાએ કરી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો સફાયો કરવા અને પાકિસ્તાનમાં આતંકીઓ સામે પગલા લેવાના ભાગરૂપે અમેરિકા અને પાકિસ્તાને સહકારની તૈયારી કરી છે. જેના અનુસંધાને પાકિસ્તાનના વિદેશ સચિવ વોશિંગ્ટનના પ્રવાસે છે જયાં વાટાઘાટો બાદ તાલિબાની આતંકી મુલ્લા ઉપર ૩૫ કરોડનું ઈનામ જાહેર કરાયું છે.
૨૦૧૪ થી મુલ્લાની દેખરેખ હેઠળ પાકિસ્તાનમાં શાળાઓ ઉપર આતંકી હુમલા યા છે. જેમાં ૧૩૨ બાળકોના મોત ઈ ચૂકયા છે. ખૂંખાર આતંકીને પકડી પાડવા દર વર્ષે અમેરિકા ઈનામ વધારી રહ્યું છે. અગાઉ આતંકી અબ્દુલ વાલીને પકડવા ૩ મીલીયન ડોલરનું ઈનામ પણ અમેરિકાએ જાહેર કર્યું હતું.
રૂ.૫૦ હજાર કરોડની ગેસ પાઈપ લાઈનનો દશકાઓી લટકતો પ્રોજેકટ આગળ વધશે તેવી આશા