મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ અભિયાનનો આરંભ કરાવ્યો
દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહજીની ઉપસ્થિતિમાં ભારત કે મન કી બાત – મોદી કે સાથ અભિયાનનું લોચીંગ કરવામાં આવ્યું હતું. તેના સંદર્ભમાં આજે ગુજરાતમાં પણ ભારત કે મન કી બાત – મોદી કે સાથ અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય, શ્રી કમલમ ખાતે કરાયો હતો. ગુજરાતની ૨૬ લોકસભામાં ૨૬ રથનું પ્રસ્થાન દ્વારા કરાવ્યું હતું.
પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, લોકોના મનની વાત સાંભળીને તેમાં ૧૨ પ્રકારના વિષયો માટે સૂચનો લેવામાં આવશે અને આ સૂચનો એ નયા ભારતની નિર્માણ માટે ભાજપના સંકલ્પ પત્રમાં આધાર બનશે.
“ભારત કે મન કી બાત અંતર્ગત લોકો પોતાના વિચારો અને સૂચનો અલગ અલગ માધ્યમો દ્વારા રજૂ કરી શકશે. મીસકોલ ૬૩૫૭૧૭૧૭૧૭, વેબસાઈટ www.bharatkemannkibaat .com પર, વિડીયો રથ તેમજ સૂચન પેટીઓ દ્વારા ગુજરાતની જનતા ૨૦૧૯ લોકસભાના ભાજપના સંકલ્પ પત્ર માટે સૂચનો આપી શકશે.
આ ૨૬ રથ પ્રત્યેક લોકસભા ક્ષેત્રમાં સતત ૧ મહિના સુધી પરિભ્રમણ કરીને સૂચન પેટી, સોશીયલ મિડીયા અને વિવિધ કાર્યક્રમો દ્વારા નયા ભારતનો નિર્માણ માટે ભાજપનો સંકલ્પ બનાવવામાં લોકોના સૂચનો વ્યાપક રીતે લેવામાં આવશે. લોકોના સુચનો એકત્રીત કરી રાષ્ટ્રના ભવિષ્યની દિશા દર્શન આપતો સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવશે તેમ અંતમાં ભાજપના પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું છે.