132 રનની તોતિંગ લીડ સામે ભારત ચારસોનો ટાર્ગેટ આપી શકશે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટેસ્ટ બર્મિંગહામમાં રમાઈ રહી છે જેનો આજે ત્રીજો દિવસ ચાલી રહ્યો છે જેમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ 284 રનમાં સમેટાઈ ગઈ હતી જેના પગલે ભારતને 132 રનની લીડ મળી હતી. ત્યારે હવે જો વરસાદ વેરી ના બને તો ઈંગ્લેન્ડ માટે આ ટેસ્ટ મેચ બચાવવો મુશ્કેલ થશે. ભારત હાલ પ્રથમ ટેસ્ટ મેચમાં ડ્ર્રાઈવીંગ સીટ ઉપર છે ત્યારે 132 રનની તોતિંગ લીડ સામે ભારત ચારસો પલ્સનો ટાર્ગેટ આપી શકશે?
ભારતની બીજી ઇનિગ્સમાં પણ ટોપ ઓર્ડરનો ફ્લોપ શો રહ્યો હતો.ભારતની બીજી ઈનિંગમાં પણ વિરાટ કોહલીનો ફ્લોપ શો જારી રહ્યો છે. કોહલી માત્ર 20 રન કરીને સ્ટોક્સનો શિકાર બન્યો હતો. 23મી ઓવર સુધીમાં ભારતે 2 વિકેટ ગુમાવી 63 રન બનાવી લીધા હતા. હનુમા વિહારી 11 રન બનાવી આઉટ થયો. ત્યારબાદ પંત અને પુજારાએ પારી સંભાળતા ચેતેશ્વર પુજારાએ 139 બોલમાં 50 રન પુરા કરી લીધા હતા.હાલ ભારતનો સ્કોર 125 રન પર 3 વિકેટ છે. ઋષભ પંત 30 રન અને પુજારા 50 રન સાથે રમી રહ્યા છે.
બર્મિંગહામમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે.
પ્રથમ ઈનિંગમાં ભારતે 416 રન બનાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડ તેની પ્રથમ ઈનિંગમાં 284 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે તેની બીજી ઈનિંગમાં ત્રીજા દિવસના અંતે ત્રણ વિકેટના નુકસાને 125 રન બનાવી લીધા હતા. આમ ટીમ ઈન્ડિયાની લીડ 257 રન થઈ ગઈ છે. પુજારા 50 રને અને પંત 30 રને રમતમાં છે.