આંતકવાદી હુમલા સહિતની આપતી વખતે નિયમન માટેનું ઓફ સાઈટ રિહર્સલ સકસેસ જાહેર
દરિયાઇ સરહદી જિલ્લો જામનગર ત્રાસવાદી નિશાના પર હોવાનું અવાર-નવાર સામે આવે છે. પરંતુ છેલ્લા દોઢ માસમાં પોલીસ, ફાયર બ્રિગેડ, પેરામેડીકલ્સ સહિતની ખુબ જ સંકલિત મોકડ્રીલોનો વહીવટી તંત્ર દ્વારા કેન્દ્ર સરકારની સુચના મુજબ ચલાવેલા સીલસીલાથી જામનગર અને દેવભૂમિ જિલ્લામાં આવેલી મેગા રીફાઇનરીઓ પર ચોકકસ પ્રકારનો ખતરો હોવાની ખુબ જ સ્પેસીફીક બાતમી હોય તે રીતે વહીવટી તંત્ર દ્વારા લગાતાર છઠ્ઠી વખત મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમા ભારત ઓમાન સહિતની મ્યુચ્યુઅલ એડ કંપનીઓની આ ઓફ સાઇટ રિહર્સલ મા નિપુણતા પુરવાર થઇ હતી.
જામનગર નજીકના અને હાલ દેવભૂમિ જિલ્લામાં ગયેલા વાડીનાર નજીકની ભારત ઓમાન રીફાઇનરી લી.ના સીંગચ નજીક આવેલા પેટ્રોકેમીકલ્સના મોટા-મોટા સ્ટોરેજ ટેન્કમાં લાગેલી આગ બુઝાવવા રીલાયન્સ, એસ્સાર, જીએસએફસી, આઇઓસી, જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ, બન્ને જિલ્લાના આરોગ્ય તંત્રના અધિકારીઓ, ડીઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ તેમજ એસડીએમ કક્ષાના અધિકારીઓનફી એક સંકલિત ટીમે લાઇવ ડેમો સાથે મોકડ્રીલ કરી જીણામાં જીણી બાબતોનું સંકલન કરી સંભવિત દુર્ઘટનાને જલ્દીમાં જલ્દી કાબુમાં કરવા પ્રયાસ કર્યો હતો. આજની મોકડ્રીલમાં જામનગર જીલ્લા કલેકટર રવિ શંકર લાલપુર એસડીએમ ભોરણીયાની દેખરેખ હેઠળ જામનગર અને દેવભૂમિ ડીઝાસ્ટર મેનેજમેન્ટના તમામ ખાનગી કંપનીઓના ફાયર બ્રિગેડ, બન્ને જિલ્લાના એમ્યુલન્સ સહિતના પેરામેડીકલ સ્ટાફ, પોલીસ તંત્રની કામગીરી ચકાસવામાં આવી હતી. સવારથી ચાલુ થયેલી આ મોકડ્રીલ બપોરે પુર્ણ થવા પામી હતી.
આં તકે ભારત ઓમાન કંપની ના વાઈસ પ્રેસિડેન્ટ રમેશ ઠક્કર ના માર્ગદર્શન હેઠળ કંપની ના અધિકારીઓ દ્વારા ઉત્તમ કામગીરી જોવા મળી હતી જેમાં કંપની નો ઈમરજન્સી કંટ્રોલ રૂમ સીસીટીવી કેમેરા રડાર જેવા અનેક અત્યાધુનિક સાધનો થી સુસજ્જ હોય પળેપળ નું મોનીટરીંગ કરી ભવિષ્યમાં આ પ્રકાર ની દરેક આપતી સામે કંપની સામનો કરવા માટે સુસજ્જ છે વાઈસ પ્રેસિડેન્ટ રમેશ ઠક્કર દ્વારા જણાવ્યું હતું કે આ પ્રકાર ની મોક ડ્રીલ કરી અમો અમારી ઈમરજન્સી સામે લડવા ની ક્ષમતા ની સાધનો ની ચકાસણી કરીએ છીએ અને નિષ્ણાંતો ની હાજરી માં કરવામાં આવેલ આ મોક ડ્રીલ માં જો ક્યાય ક્ષતિ જણાય તો તેને દુર કરી વધુ આધુનીક બનવા પ્રયત્ન કરીએ છીએ
ઉલ્લેખનિય છે કે, માત્ર છેલ્લા દોઢ માસમાં જીએસએફસી ખાવડી, રીલાયન્સ ખાવડી, આઇઓસી વાડીનાર, જીએસએફસી સીકકા, ભારત ઓમાન રીફાઇનરી લી.ની સીંગચ ખાતેની ટેન્ક ફાર્મ સાઇટ, આઇઓસીની વાડીનાર સાઇટ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ્સારની સાઇટ, ખંભાળિયા નજીક સંસ્થામાં બંધક બનાવેલા લોકોને મુકત કરાવવા એન્ટીટેરરીસ્ટ ઓપરેશનના પણ રીહર્સલ કરવામાં આવ્યા હતાં. જેમાં કોઈ પણ પ્રતિકુળ પરિસ્થિતિ સામે તંત્ર જવાબ આપી શકવા સક્ષમ હોવાનું પ્રતિપાદિત થયું હતું આપણે આશા રાખીએ માનવતા અને સત્યનો ઘ્વજ હંમેશા ફરતો રહે અને માતુભૂમિ પર આતંકવાદના બદઇરાદા સેવતા તત્વોને શિકસ્ત મળતી રહે.તેવા હેતુ થી પોલીસ તંત્ર ની કામગીરી પણ પ્રસંસનીય રહી હતી