અફઘાનિસ્તાનમાં અમેરિકાની ઘર વાપસી બાદ તાલિબાનોની પ્રભાવી સ્થિતિ ને લઈને જગત ચિંતિત છે, પરંતુ સૌથી વધુ સાવધ રહેવાનું સમય ભારતનો ચાલી રહ્યો છે અફઘાનિસ્તાન અત્યારે રેઢા પટ જેવી પરિસ્થિતિમાં પહોંચી ચૂક્યું છે પરંતુ ચીન અને અમેરિકા બંને અફઘાનિસ્તાનને સોનાની મુરઘી તરીકે જોઈ રહ્યા છે, ભલે વિકાસથી વંચિત રહેલા અફઘાનિસ્તાનમાં નજરે દેખાતી સમૃદ્ધિ માં જોઈએ એવું કંઈ દેખાતું ન હોય પણ અફઘાનિસ્તાનના પેટાળમાં પડેલુ તાંબુ અને પેટ્રોલિયમ ભંડારો અફીણની ખેતી અને વિશ્વના ડ્રગ માફિયાઓ માટે સોનાની ભૂમિ બનેલી અફઘાનિસ્તાનની ભૂમિ હવે અમેરિકા અને ચીન માટે સોનાના થાળ થી જરા પણ કમ નથી, આંતરરાષ્ટ્રીય લોકતાંત્રિક દ્રષ્ટિકોણથી જોઈએ તો તાલિબાન ને રાજદ્વારી માન્યતા મળે જ નહીં પરંતુ અમેરિકાએ એકાએક પીછે હઠ કરીને તાલિબાનોને પરોક્ષ રીતે રાજકીય સ્વીકૃતિ આપી દીધી છે.
બીજી તરફ ચીન પણ અફઘાન સરકારને મદદ કરવાના બદલે તાલિબાનો સાથે દોસ્તાના મિજાજ કેવી રહ્યું છે અત્યારે તાલિબાન ચીન અને પાકિસ્તાનની એક અંડર કરંટ યુતિ આકાર લઇ રહી છે ચીનના સામ્રાજ્યવાદ અને ભારતની તરફથ સામે અવરોધ ઉભા કરવાની નીતિ માં અફઘાનિસ્તાન પર કાબૂ મેળવવો એ ચીનનું પ્રથમ લક્ષ્ય બની રહ્યું હોય તે સ્વાભાવિક છે પાકિસ્તાન શ્રીલંકા ને કરજના ભારણમાં ચીને વશમાં કરી લીધા છે બીજી તરફ અમેરિકા પણ કેટલાક મુદ્દે તાલિબાનો ને ભારતના દૃષ્ટિકોણથી વિરુદ્ધ જઈને પરોક્ષ રીતે સમર્થન કરતું હોય તેવો માહોલ ઉભો થયો છે ચીન અને અમેરિકા માટે અફઘાનિસ્તાન લોકશાહી અને તેના નાગરિકોની સલામતી નું જરા પણ મહત્વ નથી ચીન માટે એક નવો પ્રદેશ અને તેના લાં ત્રાંબા અને તેલના ભંડારો કુદરતી સંપદા પર કબજો કરીને આર્થિક મહાસત્તા બનવા નું સપનું પૂરું કરવાનું લક્ષ્ય છે.
અમેરિકા તાલિબાનો અને તેની સાથે સંકળાયેલા વૈશ્વિક આંતકવાદના સંગઠનોને હથિયાર વેચવાની લાલચ ધરાવે છે અફઘાનિસ્તાન અમેરિકા અને ચીન માટે સોનાની મુરઘી છે પરંતુ ભારત માટે અફઘાનિસ્તાન સ્વાયત્તતા અને સુરક્ષા ને લઈને ખુબજ મહત્વનું બન્યું છે ત્યારે અફઘાનિસ્તાન ભારતને સવિશેષ સાવચેતી રાખવા નો સમય આવી ચૂક્યો છે અફઘાનિસ્તાનમાં તાલિબાનો નું પ્રભુત્વ હોવું એટલે પાકિસ્તાન અને પાક પ્રેરિત આંતકવાદીઓ નું મજબૂત થવું નિશ્ચિત બન્યું છે.
પાકિસ્તાન સાથે ચીનની મિત્રતા વધુ જોખમી બની રહે છે.આ જ રીતે અમેરિકાએ જે રીતે તાલિબાનોને છૂટોદોર મૂકીને અફઘાનિસ્તાન માંથી સિંહની વાપસી કરી લીધી અને તાલિબાનો સાથે વાટાઘાટો નો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે તે જોતા ભારત માટે પાકિસ્તાન અને અમેરિકા સહિતના તમામ પરિબળો અફઘાન મુદ્દે વિશેષ સાવચેતી રાખવાનો વિષય બની રહ્યો છે, રાજદ્વારી સંબંધો જોવા જઈએ તો અફઘાન સરકાર ભારતની એક નિકટવર્તી મિત્ર સરકાર બની રહી છે અફઘાનિસ્તાન નો વિકાસ અને લોકતંત્રની તંદુરસ્તી ભારત માટે મહત્વની બની રહે છે.
ભૂલી ભિીતિું એ જોવા જઈએ તો અફઘાન ભારત માટે સરક્ષણ ની દ્રષ્ટિએ પણ મહત્વનું છે ભારત માટે અફઘાનિસ્તાન તંદુરસ્ત લોકતંત્ર ધરાવતું દેશ હોવું જોઈએ ભારત પોતાના બનતા પ્રયત્નો કરીને એક સાચા મિત્ર રાષ્ટ્રોની ભૂમિકા નિભાવવી જ રહ્યું છે ત્યારે માત્ર સ્વાર્થ માટે અફઘાનિસ્તાનને પંપાળતા અને તાલિબાનોને મહત્વ આપવાનું અભિગમ અપનાવનાર ચીન હોય કે અમેરિકા ભારત ને સાવચેત રહેવું અનિવાર્ય બન્યું છે