યુવાનોને પ્રેરણાસ્ત્રોત અને વિદેશમાં હિન્દુ ધર્મનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ સત સત વંદન
સ્વામી વિવેકાનંદ નામ સાંભળતા એક એવા યુવાનની છબી મનમાં આવે કે જેણે વિશ્વ પટલ પર ભારત અને ભારતીય તાને માન્યતા અપાવી. રામના તેજસ્વી વ્યકિત સમાં વિશ્વને માર્ગદર્શન આપવાની ક્ષમતા હતી. આજના સમયમાં આજની પેઢી જે ભમિત્ર થઇ રહી છે. તેવામાં તો સ્વામી વિવકાનંદનું વ્યકિતત્વ તથા દર્શનનું વધુ મહત્વપૂર્ણ બની રહેશે. પારત્યમાં સંસ્કૃતિનો જન્મ જ ધર્મ શાસ્ત્રોમાંથી થાય છે. જ્ઞાનિ આ ગ્રંથોના મીમાંસ પછી જ સમાજને સાચો માર્ગ દેખાડી શકે (અને કહેવાય છે તે દરેક સફળતાનો માર્ગ પુસ્તકમાંથી જઇને જ નીકળે છે)
સ્વામીજી આ કસોટી પર સંપૂર્ણ ખરા ઉતર્યા હતા. તેમને નાનપણથી જ ઈશ્વરને જાણવાની ઇચ્છા તથા સમાજને સુધારવાના વિચારો હતા. આ જ ઇચ્છા તેમને રામકૃષ્ણ પરમહંસ પાસે લઇ ગઇ અને આગળ જતા તેમની નરેન્દ્રમાંથી વિવેકાનંદની યાત્રાની શરૂઆત થઇ સ્વામી વિવેકાનંદએ ભારતીય દર્શન તથા આઘ્યાત્મમાં જ પોતાનું તથા પોતાના દેશનું ભવિષ્ય જોયું તે એવા પહેલા ભારતીય હતા જેમણે પશ્ચિમી સંસ્કૃતિને ભારતીય દર્શન પર વિશ્વાસ કરવા મજબુર બનાવ્યા.
આજે જે કાયદાઓ અપનાવવાની વાત સંપૂર્ણ વિશ્વ કરી રહ્યું છેે. તેનાથી સ્વામી વિવેકાનંદના વિચારોની સાબિતી મળે છે કે આપણી પાસે વિશ્વને આપવા ઘણું બધું છે.
પર્થ ૧૮૮૩માં શિકાગો ધર્મ સંસદમાં તેમનું વ્યાખ્યાન ઉપરોકત બાબતને પરિપૂર્ણ કરે છે તે વ્યાખ્યાનમાં તેમણે વિશ્વ સમક્ષ ભારતની એક મજબૂત છાપ ઉભી કરી, તેમની દ્રષ્ટિમાં પુરોહિતવાદ, બ્રાહ્મણવાદ, ધાર્મિક કર્મકાંડ તથા રિતરિવાજો ધર્મ ન હતા. તેમના મતે તો ધર્મ મનુષ્યને મનુષ્ય સાથે જોડે તે ધર્મ, કારણ કે તેમના મતે દરેક જીવ ઈશ્વરનો અંશ છે. તેમની દ્રષ્ટિમાં વિશ્વને સ્વામીજીએ સંકેત આપ્યો હતો કે વિદેશોમાં ભૌતિક સમૃઘ્ધિ તો છે અને આ સમૃઘ્ધિની ભારતને જરૂર છે પણ ભારત મજબૂર નથી આ ભૌતિક સમૃઘ્ધિ મેળવવા કારણ કે ભારત આઘ્યાત્મથી ખુશ રહે તેવો દેશ છે. ભૌતિક સમૃઘ્ધિથી વ્યકિતને આરામ મળી શકે છે. પરંતુ વ્યકિતને આનંદનો આઘ્યાત્મથી જ મળે છે. તેથી વિશ્વને ભારત પાસેથી ઘણું શીખવાની જરૂર છે.
ગુરૂ રામકૃષ્ણની સેવા કરવાવાળા, રાજયોગ, કર્મયોગ, વર્તમાન ભારત, ભકિત યોગ જેવા પુસ્તકો લખવાવાળા રામકૃષ્ણ મઠના સંસ્થાપક, દેશભકત, સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખર સમર્થક એવા આ યુવાને આ બધા કામ ખુબ નાની વયે કર્યા હવે ફરી ભારતને જરૂર છે એક વિવેકાનંદની જે ભારત તથા વિશ્વને ભટકતા રોકી એક શ્રેષ્ઠ માર્ગ બતાવે તથા યુવાઓમાં આત્મવિશ્ર્વાસ જગાડી આત્મનિર્ભર બનાવે.