220 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી માત્ર 139 રન કરી શકતા કિવિઝે પ્રથમ ટી-20 80 રને જીતી હતી. કિવિઝ માટે 43 બોલમાં 84 રન કરનાર ટિમ સેઈફર્ટ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. ટી-20 ક્રિકેટમાં પ્રથમ વાર 50 કરતા વધારે રને મેચ હાર્યું હતું.
ભારત માટે એમએસ ધોનીએ સૌથી વધુ 39 રન કર્યા હતા, જયારે શિખર ધવન અને વિજય શંકરે અનુક્રમે 29 અને 27 રનનું યોગદાન આપ્યું હતું. કિવિઝ માટે ટિમ સાઉથીએ 3 વિકેટ જયારે લોકી ફર્ગ્યુસન, મિશેલ સેન્ટનર અને ઈશ શોધીએ 2-2 વિકેટ લીધી હતી. આ જીત સાથે કિવિઝ ત્રણ મેચની સિરીઝમાં 1-0 થી આગળ છે. બીજી ટી-20 શુક્રવારે ઑક્લેન્ડ ખાતે રમાશે.
India lose the first T20 match of the three match series against New Zealand by 80 runs. #NZvIND pic.twitter.com/Y2CXl6hHHo
— ANI (@ANI) February 6, 2019