રાજકોટમાં ભારત સામેની બીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં છ વિકેટના નુકસાને 340 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયામાં રિષભ પંતની જગ્યાએ મનિષ પાન્ડેનો જ્યારે શારદુલ ઠાકુરની જગ્યાએ નવદીપ સૈનીનો ટીમમાં સમાવેશ કરાયો છે.
ધવને આજે આક્રમક રમત બતાવી હતી. તે સદી ચાર રન માટે ચૂકી ગયો હતો. તેણે 90 બોલમાં 96 રન બનાવી આઉટ થયો હતો. જેમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ધવન રિચાર્ડસનની ઓવરમાં કેચ આઉટ થયો હતો. વિરાટ કોહલી અને ધવન વચ્ચે 103 રનની ભાગીદારી થઈ હતી.