ભારતે ફેડરેશનને હોસ્ટ ફી ન ચૂકવતા આ ચેમ્પિયનશીપની યજમાની સર્બિયાના ફાળે ગઈ

આગામી વર્ષે યોજાનારી પુરૂષોની વર્લ્ડ બોકસીંગ ચેમ્પીયનશીપ સ્પર્ધાની યજમાની કરવાની તક ભારતે ગુમાવી છે. ભારતે ઈન્ટરનેશનલ બોકસીંગ એસોસીએશનને યજમાની માટેની ફી ન ચૂકવતા આ નિર્ણય લેવાયો છે. આ સ્પર્ધાની યજમાની સર્બીયાને સોંપવામાં આવી છે. ભારતે વર્ષ ૨૦૧૫માં વર્ષ ૨૦૨૧ની પુરૂષ વર્લ્ડ બોકસીંગ ચેમ્પીયન શીપ માટે ઈન્ટરનેશનલ બોકસીંગ ફેડરેશન સાથે એગ્રીમેન્ટ કર્યા હતા. આ એગ્રીમેન્ટની શરત મુજબ હોસ્ટ સીટીએ ભરવા પાત્ર ફી ન ભરતા ફેડરેશને ભારતને ૫૦૦ ડોલરના દંડ સાથે યજમાનીની તક છીનવી લીધી છે.

જો ભારતને યજમાનીની તક મળી હોત તો દેશના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત પુરૂષોની વર્લ્ડ બોકસીંગ ચેમ્પીયનશીપ સ્પર્ધા યોજાતી હોત હવે, આ ચેમ્પીયનશીપની તક સર્બિયા દેશને મળી છે. ત્યારે સર્બિયાના બેલગ્રેડમાં આગામી વર્ષે આ સ્પર્ધા યોજાશે આ સ્પર્ધા માટે સર્બીયન સરકાર દ્વારા મોટુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેનાથી બોકસરો, કોચ અધિકારી અને બોકસીંગના ચાહકો માટે પ્રોત્સાહક વાતાવરણ ઉભુ થનારૂ છે. તેમ ઈન્ટરનેશનલ બોકસીંગ એસોસીએશનના વચગાળાના પ્રમુખ મોહંમદ મુસ્તાહાને જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.