૩ મેચોની ટી-૨૦ સીરીઝનો પ્રથમ મેચ વરસાદનાં કારણે રદ થઈ ગયો હતો જયારે બીજા મેચમાં ભારતે આફ્રિકાને હરાવ્યું હતું. ગઈકાલે રમાયેલા મેચમાં ભારતે ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે પ્રથમ પાવર પ્લેમાં માત્ર એક વિકેટ ગુમાવી ભારતે ૫૦થી વધુ રન નોંધાવ્યા હતા.મેચ દરમિયાન લાગતું હતું કે, ભારતીય ટીમ ૧૮૦ જેટલા રન કરશે પરંતુ બેટીંગમાં ઓવરકોન્ફીડન્સનાં કારણે ભારતીય પડી ભાંગી હતી અને આફ્રિકાએ માત્ર એક વિકેટ ગુમાવી મેચ જીતી સીરીઝ ડ્રો કરી હતી.
કેપ્ટન ક્વિન્ટન ડી કોકની શાનદાર ઈનિંગ (અણનમ ૭૯)ના દમ પર સાઉ આફ્રિકાએ સીરિઝની ત્રીજી અને અંતિમ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ભારતને ૯ વિકેટી હરાવી દીધું. આની સો જ તેણે સીરિઝને ૧-૧ી ડ્રો કરી દીધી. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાઉ આફ્રિકન બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને મજબૂત ભારતીય બેટિંગને ૯ વિકેટે ૧૩૪ રન પર રોકી દીધી. બાદમાં મહેમાન ટીમે એક વિકેટે ૧૪૦ રન બનાવી મેચ પોતાના નામે કરી. તેમ્બા બાવુમાએ વિજયી છગ્ગો લગાવ્યો. ડિ કોકે હાર્દિક પંડ્યાની બોલિંગમાં છગ્ગો અને ચોગ્ગો ફટકારી ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦૦૦ રન પણ પૂરા કર્યા. તેણે ટી૨૦ કરિયરની ચોી અર્ધસદી ફટકારી. તેણે બીજી ટી૨૦માં પણ ફિફ્ટી લગાવી હતી. મેહમાન ટીમે બેટિંગ માટે માફક વિકેટનો પૂરો ફાયદો ઉઠાવ્યો. રીઝા હેન્ડરિક્સની સો મળી ડિ કોકે પોતાની ટીમને મજબૂત શરૂઆત અપાવી. બંનેએ મળીને પ્રમ વિકેટ માટે ૭૬ રન બનાવ્યા.
ભારતને એકમાત્ર સફળતા હાર્દિક પંડ્યાએ અપાવી. તેણે ૨૮ રનના અંગત સ્કોર પર હેન્ડરિક્સને કેપ્ટન કોહલીના હામાં ઝીલાવ્યો. કેપ્ટન ડિ કોકે ૫૨ બોલમાં છ ચોહગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા. બીજા છેડે તેમ્બા બાવુમાએ તેનો સારો સા આપ્યો. તેણે ૨૩ બોલમાં બે ચોગ્ગા અને ૧ છગ્ગા સો ૨૭ રન બનાવ્યા.આ પહેલા કોહલીએ ટોસ જીતીને દંગ કરી દેનારો નિર્ણય લેતા બેટિંગ પસંદ કરી. તેણે પોતે માન્યું કે, આ મેદાન પર આ મેદાન પર અપેક્ષાકૃત ટાર્ગેટ ચેઝ કરવાનું સરળ હોય છે. કોહલીએ કહ્યું કે, તે પોતાની ટીમને પરખવા માગે છે. ભારતે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી ૧૩૪ રન બનાવ્યા.
ભારતે પ્રમ વિકેટ રોહિત શર્મા (૯)ના રૂપમાં લાગ્યો. ત્યારબાદ શિખર ધવન (૩૬) અને કોહલી (૯)એ બીજી વિકેટ માટે ૪૧ રનની ભાગીદારી કરી. ૬૩ રનના સ્કોરે ભારતે ધવનના રૂપે બીજી ગુમાવી. તેણે ૨૫ બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા. ધવનના આઉટ યા બાદ ભારતે બીજા ૩૫ રનની અંદર પોતાની ચાર વિકેટો ગુમાવી દીધી. આ ચાર વિકેટોમાં કોહલી ઉપરાંત રિષભ પંત (૧૯), શ્રેયસ અય્યર (૫) અને કૃણાલ પંડ્યા (૪)ના વિકેટ શામેલ છે. બાદમાં રવીન્દ્ર જાડેજા (૧૯) અને હાર્દિક પંડ્યા(૧૪)એ સાતમી વિકેટ માટે ૨૯ રન જોડી ભારતને સન્માજનક સ્કોર સુધી પહોંચાડ્યું. જાડેજાએ ૧૭ બોલમાં ૧ ચોગ્ગો અને ૧ છગ્ગો ફટકાર્યા. હાર્દિક ૧૮ બોલમાં ૧ ચોગ્ગો ફટકાર્યો. વોશિગ્ટન સુંદરે ૪ રન બનાવ્યા. સાઉ આફ્રિકા માટે કગિસો રબાડાએ ૩, ફોરટુઈન અને બ્યૂરન હેન્ડરિક્સે ૨-૨ જ્યારે તબરેઝ શમ્સીએ એક વિકેટ લીધી.