કેન્દ્ર સરકારે અવકાશ ક્ષેત્રે ખાનગી કંપનીઓ માટે દરવાજા ખોલી નાખ્યા છે. જેથી ઇ કૉમર્સ કંપની એમેઝોન અને વનવેબ સહિત અનેક સ્થાનિક અને વિદેશી કંપનીઓએ ભારતના અવકાશ ક્ષેત્રમાં રસ દાખવ્યો છે. કેટલાક મહિના પહેલા સરકારે દેશના અવકાશ ક્ષેત્રને ખાનગી ક્ષેત્રમાં ખોલવાનો નિર્ણય કર્યો હતો. તેને સ્થાનિક કંપનીઓ તરફથી ઓછામાં ઓછી 22 અને વિદેશી કંપનીઓની 4 ઓફર મળી છે.
વર્તમાન સમયે નવું બનેલું સ્પેસ રેગ્યુલેટર આ દરખાસ્તોની સમીક્ષા કરી રહ્યું છે. જેફ બેઝોસની એમેઝોન અને ભારતી ગ્રૂપ દ્વારા રોકાણ કરાયેલી યુકે સ્થિત વનવેબ આ હરીફાઈમાં શામેલ છે, જેમણે ભારતના અવકાશ ક્ષેત્રમાં રસ દાખવ્યો છે.
ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા, સેટેલાઇટ લોન્ચ કરવા, લોન્ચ વહિકલનું નિર્માણ કરવું સહિતની બાબતો માટે કરવા સહિતની દરખાસ્તો મળી છે.
આ હરીફાઈમાં ઘણી ભારતીય કંપનીઓ યોગ્ય રીતે આગળ વધી રહી છે. એલ એન્ડ ટી અને ભારતી ગ્રુપ અને સ્ટાર્ટઅપ કંપનીઓનો સમાવેશ થાય છે. એમેઝોન જેવી વિદેશી કંપનીઓ દ્વારા રસ બતાવવામાં આવ્યો છે જે પણ ભારતને ગ્લોબલ સ્પેસ હબ બનવામાં મદદ મળશે.