ચીન, યુરોપ અને આફ્રિકાના દેશોને કવર કરી શકશે ૫૦૦૦ કી.મી.ની રેન્જ સુધી માર કરવામાં અગ્નિ-પ સક્ષમ.
પોખરણ અણુધડાકા-ર ના ર૦ વર્ષ ૧૧ મેના રોજ પુર્ણ થયા છે. રાજસ્થાનના પોખરણમાં ર૦ વર્ષ પહેલા ઓપરેશન શકિત હેઠળ ભારતે પાંચ અંડરગ્રાઉન્ડ ન્યુકિલઅર ટેસ્ટ કરી દુનિયાને પોતાની તાકાત બનાવી હેરાન કરી દીધી હતી.
ત્યારે હવે, ફરી એક વખત ભારત પોતાની પ્રથમ આંતરખંડીત બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-પ ને લોન્ચ કરવા તૈયાર છે. જેને સ્ટ્રેટીજીક ફોર્સીસ કમાન્ડ (એસએફસી) અંતર્ગત સમાવી લેવાશે.
રક્ષા સુત્રોના જણાવ્યા અનુસાર ૫૦૦૦ કીલોમીટર રેન્જ સુધી માર કરવાના સક્ષમ અગ્નિ-પ ની ઘણી સિસ્ટમ અને સબસીસ્ટમ એસએફસીની નવી અગ્નિ-પ યુનીટને સોંપાઇ છે.
આ આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલની ખાસિયત એ છે કે તેનામાં સમગ્ર ચીન સહિત યુરોપ અને આફ્રિકાના પણ અમુક હિસ્સા આવી જાય છે.
સંરક્ષણ વિભાગના જણાવ્યા મુજબ અગ્નિ-પનું બીજી પરીક્ષણ ટુંક સમયમાં જ થશે અને આ માટે સંપૂર્ણ તૈયારીઓ થઇ ચુકી છે. જણાવી દઇએ છે કે આ અગાઉ આ મિસાઇલનું પ્રથમ પરીક્ષણ ૧૮ જાન્યુઆરીએ કરાયું હતું. એપ્રિલ-૨૦૧૨ થી અત્યાર સુધીમાં ચાર ડેવલપમેન્ટ ટ્રાયલ પણ થઇ ચુકયા છે. જો પુર્વ ટેસ્ટની જેમ અગ્નિ-પનું પરિક્ષણ પણ સફળ રહેશે તે આ મિસાઇલ સ્ટ્રેજીક બેઝમાં શિફટ કરવામાં આવશે.
એફએસસી પાસે અગાઉથી જ ત્રિસ્તરીય ઘણી તાકાતવાન મિસાઇલ યુનીટ છે જેમાં પૃથ્વી-ર (૩૫૦ કીમી), અગ્નિ-૧ (૭૦૦ કીમી.) અગિન-૩ (૩૦૦૦ કી.મી.), વગેરેનો સમાવેશ છે.
આ સાથે સુખોઇ-૩ એમકેઆઇ, મિરાજ-૨૦૦૦ અને જગુઆર ફાઇટર્સ પણ ન્યુકિલઅર બોમ્બ ડીલીવર કરવામાં સક્ષમ છે. આ અગ્નિ-પ મિસાઇલ ચીન, યુરોપ અને આોક્રિકાનો પ્રદેશ સમાવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com