શ્રેયસ ઐય્યર,ઈશાન કિશનની બેટિંગે આફ્રિકાને ધ્વસ્ત કર્યું !!!
રાંચી ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજો વન-ડે રમાયો હતો જેમાં ભારતે આફ્રિકાને સાત વિકેટે મત આપી વન-ડે સિરીઝ જીતવા માટેની આશા જીવંત રાખી છે. ભારતીય ટીમ તરફથી શ્રેયસ ઐયર અને ઈશાન કિશાનની પ્રશંસનીય રમત ના કારણે ભારતે આફ્રિકા સામે વિજય હાંસલ કર્યો હતો જેમાં શ્રેયારે સેન્ચ્યુરી ફટકારી હતી તો સામે ઈશાન કિશન નર્વસ 90 નો શિકાર બન્યો હતો. બીજી તરફ ભારતીય બોલરોએ પણ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું હતું અને મોહમ્મદ શ્રી રાજે ત્રણ મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી. આફ્રિકાના ઘાતક બેટ્સમેનોની સામે ભારતીય ટીમની જે બોલિંગ લાઈન અપ છે તે ખૂબ જ નવી છે પરંતુ મોહમ્મદ સિરાજ દ્વારા જે રીતે બોલિંગ પ્રદર્શન કરવામાં આવ્યું તેને જોતા આફ્રિકાની ટીમ સંપૂર્ણપણે ધ્વજ થઈ હતી.
શ્રેયારે તેની વન-ડે કારકિર્દીમાં બીજી સેન્ચ્યુરી ફટકારી હતી અને ભારતીય ટીમ એ માત્ર 46 મી ઓવરમાં જ મેચ પોતાના નામે અંકે કર્યો હતો. હાલ ભારત તુને વધુ એ દિશામાં જ જ્ઞાન કેન્દ્રિત કરી રહ્યું છે કે તે તેનું ડેથ બોલિંગ યુનિટ કઈ રીતે મજબૂત બનાવે. આફ્રિકાના ઘાતક બોલરોની સામે 24 વર્ષીય ઇસન કિશનને પણ પોતાની આક્રમકતા દાખવી ભારતીય ટીમ માટે એક જવાબદારી પૂર્વકની ઇનિંગ રમી હતી. ત્યારે આવતીકાલે દિલ્હી ખાતે સીરીઝનો છેલ્લો મેચ રમાશે જે બંને ટીમ માટે નિર્ણાયક સાબિત થશે. શરૂઆતમાં શુભમન ગીલે પણ પોતાની આક્રમકતા દાખવી હતી તો સામે આફ્રિકા ટીમ તરફથી ડિકોક નિષ્ફળ નિવડ્યો હતો પરંતુ ક્લાસન એન્ડ અને મિલન ની સાથો સાથ મિડલ ઓર્ડર બેટ્સમેન હોય પણ પોતાનો અહમ ભાગ ભજવી તેમને અઢીસો રનથી ઉપરનો લક્ષ્ય પહોંચવા માટે ઉપયોગી અને મદદરૂપ સાબિત થયા હતા.