આશરે ૫૬ હજાર કરોડ રૂપિયાનાં ભંડોળની મદદથી વિવાદાસ્પદ લખાણોને સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મો પરથી દુર કરવામાં આવશે
૨૧મી સદીનાં વિશ્ર્વમાં અત્યારે ડીજીટલ યુગનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે સાયબર ક્રાઈમમાં પણ દિન-પ્રતિદિન વધારો થતો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે સાયબર ક્રાઈમથી બચવા વિશ્ર્વ સમુદાય મેદાને આવ્યું છે અને ભારતે પણ તેની સાથે હાથ મિલાવ્યો છે. ફ્રાંસનાં પ્રમુખ મેકરોન અને ન્યુઝીલેન્ડનાં પ્રમુખ પીએમ જોસેફ દ્વારા પેરિસમાં સંયુકત સહમતી પર હસ્તાક્ષર કરી સાયબર ક્રાઈમને નાબુદ કરવા માટે અનેકવિધ માહિતી અને દસ્તાવેજી સલામતીની વ્યવસ્થા માટે સમજુતી સાધી છે.
આ બેઠકમાં વૈશ્ર્વિક ધોરણે ઓનલાઈન માધ્યમો ઉપર સલામતીનાં પ્રશ્ર્નો અંગે પ્રથમ વિચાર કરવામાં આવ્યો હતો. આ તકે આયરલેન્ડ, સેનેગલ, ઈન્ડોનેશિયા, ઝોલ્ડન, યુરોપીયન યુનિયનનાં દેશો પણ સહભાગી થયા હતા. આ બેઠકમાં ટવીટર, ગુગલ, માઈક્રોસોફટ સહિતની અનેકવિધ ટેકનોલોજી કંપનીએ પણ ભાગ લીધો હતો. ભારત તરફથી મિનીસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિક એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીનાં સચિવ અજયપ્રકાશ પણ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં વાત કરવામાં આવે તો સાયબર ક્રાઈમમાં સૌથી વધુ ફેસબુક જેવા માધ્યમો પર આતંકી ગતિવિધિઓ માટેના જે મેસેજ મુકવામાં આવે છે તેને નાબુદ કરવા માટે તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સંયુકત રાષ્ટ્ર સાથે આ અંગે ૫૬ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે જેમાં આ પ્રકારનાં લખાણોને સોશિયલ મિડીયાની વેબસાઈટો ઉપરથી નાબુદ કરવામાં આવશે. ન્યુઝીલેન્ડનાં ક્રાઈસ્ટ ચર્ચામાં થયેલા હુમલાનો વિડીયો જે આરોપીઓ દ્વારા ફેસબુક ઉપર મુકવામાં આવ્યો હતો તેનાથી સમગ્ર વિશ્ર્વમાં ગંભીર નોંધ લેવામાં આવી છે. સાથો સાથ સંયુકત રાષ્ટ્ર સંઘે ફેસબુક જેવા માધ્યમોને પણ તાકીદ કરતા જણાવ્યું હતું કે, કોઈપણ આતંકી પ્રવૃતિનાં મેસેજ જો કોઈપણ માધ્યમો ઉપર મુકવામાં આવે તો તેના પર રોક લગાવી જોઈએ ત્યારે વિશ્ર્વભરમાં સોશિયલ મિડીયાનો લોકો અતિરેક ઉપયોગ કરતા નજરે પડે છે જેના કારણે સાયબર ક્રાઈમનાં ગુનામાં દિન-પ્રતિદિન વધારો થતો હોવાનું પણ સામે આવે છે ત્યારે વૈશ્ર્વિક સ્તર પર સાયબર ક્રાઈમને નાથવા માટે તમામ દેશો એક થયા છે જેમાં ભારત પણ સંયુકત રાષ્ટ્ર સાથે હાથ મિલાવ્યો છે.