૧૯૯૯ના નકલી નોટ કેસમાં ૨૨ વર્ષ બાદ કામગીરી આગળ ધપી…
૧૯૯૯ના નકલી નોટ કેસમાં અંડરવર્લ્ડ ડોન અને વૈશ્ર્વિક આતંકી દાઉદી ઈબ્રાહિમ સામે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. ૧૯૯૯ની સાલમાં મુંબઈના અંધેરીમાં આવેલા શાકીનાકા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો હતો. કેસના ૨૨ વર્ષ બાદ પોલીસે દાઉદ વિરુધ્ધ બિનજામીન પાત્ર વોરંટ મેળવ્યું છે. જાણવા મળતી વિગતો પ્રમાણે આઈબી દાઉદના દરેક કેસનો અભ્યાસ કરી રહી છે અને તેની સામેના કેસોને વધુ મજબૂત બનાવવા માટે પગલા ભરી રહી છે.
આ કેસમાં પોલીસે ગુલાબ જેઠાનંદ ખેમાણી અને સલીમ યાકુબ કારાની ‚ા.૫.૫૦ લાખની નકલી નોટ સો ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સો પાસેી પોલીસને માહિતી મળી હતી કે, પાકિસ્તાની દાઉદનો સાી તારીક ખાન ઉર્ફે બાબા ભારતમાં નકલી નોટો ઘુસાડી રહ્યો છે. છેલ્લા લાંબા સમયી પોલીસ દ્વારા દાઉદ સામે કોઈ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી ની ત્યારે હવે આઈબી દાઉદ સોના કેસોને વધુ મજબૂત બનાવવા ગંભીર બની છે અને એક પછી એક મહત્વના કેસોની સુનાવણી કરવામાં આવી રહી છે.
આ કેસમાં કુલ ૯ લોકોની ધરપકડ ઈ હતી અને તેઓને ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. વધુમાં તેઓના નિવેદનમાં બહાર આવ્યું હતું કે, આ કેસમાં દાઉદની સંડોવણી છે. ૨૦૦૬માં સજાના આદેશ બાદ આ કેસમાં દાઉદ બાબતે વધુ તપાસ શ‚ ઈ હતી અને ૨૨ વર્ષ બાદ અંતે દાઉદ સામે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે.