શું ત્રીજુ વિશ્વયુદ્ધ પાણીને લઇ થશે?:
વિશ્ર્વનો કુલ ભુગર્ભ જળનો ૨૪ ટકાનો જથ્થો ભારત દેશમાં વપરાય છે
પાણી…રે…પાણી…
પૂર્વજોની કહાવત અનુસાર જળ, જમીન અને જોરું એ કજીયાના છોરું તરીકે માનવામાં આવતું હતું પરંતુ તે સમયની કહાવત પણ અત્યારના સમયમાં સાર્થક થતી જોવા મળી રહી છે. કહેવામાં આવે છે કે, વિશ્વમાં ત્રીજુ વિશ્વ યુદ્ધ પાણી માટે થશે ત્યારે આખું વિશ્વ પીવાલાયક પાણી માટે જજુમી રહ્યું છે ત્યારે ભારત ભુગર્ભ જળ ઉલેચવામાં અન્ય દેશોની સરખામણીમાં મોખરે છે ત્યારે જોવાનું એ રહ્યું કે પાણીની પરિસ્થિતિને ધ્યાને લઈ આગામી દિવસો ભારત માટે કહેવા રહેશે? ભારત દેશ પોતાની એક આગવી ઓળખ અન્ય દેશોમાં પ્રસ્થાપિત કરી છે ત્યારે પાણી પ્રશ્ન જે પરિપકવતા હોવાની જોઈએ જે હજુ સુધી ભારત દેશમાં જોવા મળી નથી.
ગર્લ્ફ દેશોની વાત કરવામાં આવે તો ત્યાં પીવાના પાણીનો ભાવ ખુબ જ વધુ છે એટલે તે તમામ દેશોમાં પાણીનું માન પણ એટલું જ છે અને તે લોકો એટલે તે દેશના સ્થાનિકો તેની ગંભીરતા સમજી રહ્યા છે ત્યારે ભારત દેશમાં પીવાલાયક પાણીની વાત તો ઠીક પરંતુ ભુગર્ભ જળ ઉલેચવામાં અન્ય દેશોની સરખામણીમાં ભારત મોખરે આવ્યું છે તે ખુબ જ દયનીય વાત કહી શકાય.
જળ એ જ જીવનની ઉકિત ઉપર આખું વિશ્વરહેલું છે. અલબત પાણીનો વિનયપૂર્વક ઉપયોગ કરવાનો બધા જ આગ્રહ રાખે છે પરંતુ તેનો અમલ કોઈ વ્યકિત કરતું નથી જે ખુબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે. ભારતમાં વિશ્વના ભુગર્ભ જળનો ચોથા ભાગનો હિસ્સો હયાત છે ત્યારે ભારતમાં ભુગર્ભ જળનો વપરાશ ચીન અને અમેરિકા બંનેને એક સાંધે તેર તુટે તેવો ઘાટ ઘટિત થયો છે.
ભારતમાં વિશ્વનો કુલ ભુગર્ભ જળનો જથ્થો ૨૪ ટકા રહેલો છે તેનો દેશ પૂર્ણતહ વપરાશ કરતું જોવા મળી રહ્યું છે. ભારતમાં ખોરાક અને કપડાની નિકાસ અને આવકના સ્ત્રોતો જાળવી રાખવા માટે ઔધોગિક રીતે વાપરવામાં આવતા ભુગર્ભ જળના કારણે આવનારા દિવસોમાં કદાચ ઘણા ગરીબ અને વંચિત સમુદાયોને ચોખ્ખુ પીવાનું પાણી ખુબ જ મુશ્કેલથી મળી રહેશે. ૨૨ માર્ચ વિશ્વ પાણી દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે જળ સ્તરને જાળવી રાખવા અનેકવિધ પ્રકારના કાર્યો કરવામાં આવતા હોય છે ત્યારે ભારત પાસે અમેરિકા અને ચીન બંનેને ભેગા કરવામાં આવે તેટલો જથ્થો ભારત પાસે છે.
૨૦૦૦ અને ૨૦૧૦માં આ વપરાશ ૨૩ ટકામાંથી ૨૪ ટકા પહોંચી ગયો છે. ભારત વિશ્વના સૌથી મોટા ત્રીજા ક્રમે ભુગર્ભ જળનો ૧૨ ટકાનો વપરાશ કરનારો દેશ છે. ઘઉં અને ચોખાના પાકમાં સૌથી વધુ પાણી વપરાય જાય છે. ચોખા અને ઘઉંનું વાવેતર ભુગર્ભ જળથી જાય છે. જયારે મકાઈ, બાજરો અને અન્ય ધાન ત્રીજા ભાગનું પાણી વાપરનાર તરીકે દેશના કૃષિ ક્ષેત્રમાં સ્થાન ધરાવે છે. ૨૦૧૪-૨૦૧૫માં ભારતે ૭.૨ લાખ ટનનો બાસમતી ભાતનો નિકાસ કરી તેના માટે દેશમાં ૧૦ ટ્રીલીયન લીટર પાણી વપરાયું હતું. બીજા શબ્દોમાં કહીએ તો ભારતે ૧૦ ટ્રીલીયન લીટર પાણીની નિકાસ કરી હતી તેમ પણ ગણી શકાય.
વોટર એઈડ ઈન્ડિયાના પ્રમુખે જણાવતા કહ્યું હતું કે, વિશ્વ જળ દિવસ નિમિતે ખુબ પાણીનો ઉપયોગ ધરાવતા ઉત્પાદનોમાં કરકસરયુકતની હિમાયત કરવામાં આવી છે. પાણીની અછતના કારણે ગરીબ અને અન્ય લોકોની સમસ્યા પણ વધુ વકરી રહી છે ત્યારે પાણીની રોજીંદી જરૂરીયાતોમાં પ્રવર્તીત ખેંચથી ગરીબ અને મધ્યમ વર્ગના જીવન ધોરણો, શિક્ષણ અને આરોગ્ય ઉપર સીધી અસર થઈ રહી છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતમાં દરેક વ્યકિતને શુદ્ધ પાણી મળી રહે તેવું લક્ષ્ય સિદ્ધ કરવા માટે તે હજુ પણ ભારત દેશે ઘણું ખરું કરવાનું બાકી રહ્યું છે.