વિશ્વમાં ૧.૫૨ કરોડ લોકો ૧૦ લાખ ડોલરથી વધુની સંપત્તિ વધારે છે
સોને કી ચીડીયા કહેવાતા ભારતમાં અઢળક ધન-કુબેર રહેલું છે. તો ભારતના મહેલો તેમજ મંદીરોમાં રહેલા સોનાની ગણતરી તો કરવામાં આવી જ નથી. સાઉથ ઇન્ડિયાના કેટલાક અકબંધ મંદીરોમાં ભરચક સોનું અને કિંમતી ધાતુ પહેલું છે. જેની નોંધ લેવાઇ નથી આ ઉ૫રાંત અનેક ભારતીય ધનિકોએ સ્વીસ બેંકમાં નાણા પચાવી રાખ્યા છે. કુલ ૮૨ હજાર અબજ ડોલરની સંપતિ સાથે ભારત વિશ્વનો છઠ્ઠા નંબરનો ધનવાન દેશ બન્યો છે.
જો કે અમેરિકા આ મામલે ટોચ પર છે. અફએશિયા બેંક ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યુ રિપોર્ટ પ્રમાણે અમેરિકા ત્યારબાદ ચીન અને જાપાન પહેલા બીના અને ત્રીજા નંબરના સૌથી ધનવાન દેશ છે. બેંકની સમીક્ષામાં તમામ દેશની દરેક વ્યકિતની કુલ ખાનગી સંપત્તિનો આધાર માનવામાં આવ્યો છે. ટોચના ૧૦માં સામેલ અન્ય દેશોમાં બ્રિટનની કુલ સંપત્તિ ૧૦ અબજ ડોલર અને કેનેડાની ૬ અબજ ડોલર છે.
રિપોર્ટ મુજબ ભારતમાં સંપત્તિ સૃજનના કારણોમાં ઉઘમીઓની મોટી સંખ્યા, સારી એજયુકેશન સિસ્ટમ, આઇટીનું રિબસ્ટ, આઉટલુક, બિઝનેસ પ્રોેસેસ, રિયબ એસ્ટેટ, હેલ્થ કેર, મીડીયા સેકટરનો સમાવેશ થાય છે. છેલ્લા ૧૦ વર્ષમાં આ સેકટરર્સમાં બીઝનેસમાં ર૦૦ ટકાનો વધારો થયો છે. રિપોર્ટ મુજબ આ સેકટરોમાં નોકરીની સારી સંભાવનાઓ આવનારા દિવસોમાં ઉભી થશે. વિશ્વમાં ૧.૫૨ કરોડ લોકો પાસે ૧૦ લાખ ડોલરથી વધુની સંપત્તિ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com