આ અઠવાડીયાના અંત સુધીમાં બંગાળની ખાડીમાં પરીક્ષણ કરાશે
ભારત પ્રથમ વખત ફાઇટર પ્લેનમાંથી બ્રહ્મોસ મિસાઇલ છોડવા સજજ બન્યું છે. બ્રહ્મોસ સુપરસોનિક ફ્રુઝ મિસાઇલનું અગાઉ સફળ પરીક્ષણ થઇ જ ચૂકયું છે. આ પરીક્ષણો તેની ગતિ અને મારક ક્ષમતા માટેના હતા. હવે આ અઠવાડીયે પ્રથમ વખત તેનું સુખોઇ ફાઇટર જેટમાંથી પરીક્ષણ કરવામાં આવશે.
નિષ્ણાતોના મતે સુખોઇ યુઘ્ધ વિમાન અને બ્રહ્મોસ મિસાઇલનું ગઠબંધન એ ડેડલી કોમ્બિનેશન છે. બ્રહ્મોસ મિસાઇલ ૩૨૦૦ કી.મી. સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. આતંકવાદીઓના બંકરોને નેસ્તનાબૂદ કરવા માટે સક્ષમ છે. જયારે સુખોઇ યુઘ્ધ વિમાન તેની જેટ સ્પીડ માટે જાણીતું છે. આંખના પલકારામાં ભારતીય સેનાનું સુખોઇ યુઘ્ધ વિમાન જેટ ગતિથી કયાંય દૂર સુધી પહોંચી જાય છે. ટૂંકમાં સુખોઇ અને બ્રહ્મોસ બંને લાંબા અંતર સુધી ટારગેટ કરવા માટે સક્ષમ છે.
બ્રહ્મોસ મિસાઇલ ભારતીય સેનાની ત્રણેય પાંખ માટે મજબુત હથિયાર છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસ મિસાઇલનું વજન ૨.૪ ટન છે.
સામાન્ય રીતે મિસાઇલનું સરેરાશ વજન ૨.૯ ટન હોય છે. આથી તેને હળવા વજનવાળી મિસાઇલ કહેવામાં આવે છે. જેનું પીરીક્ષણ ડબલ એન્જીનવાળા સુખોઇ ફાઇટર જેટમાંથી આ અઠવાડીયાના અંત સુધીમાં બંગાળની ખાડીમાં પરીક્ષણ કરાશે તેમ રક્ષા મંત્રાલયના સુત્રોએ જણાવ્યું છે.