કૃષિ મંત્રાલય દ્વારા વર્ષ 2022-23ના કૃષિ ઉત્પાદનનો અંદાજ જાહેર : અનાજ ઉત્પાદન 32.96 કરોડ ટનને આંબી જવાનો આશાવાદ
ભારત કૃષિ પ્રધાન દેશની ઓળખ સદીઓથી ધરાવે છે. ખેતી ભારતનો મુખ્ય વ્યવસાય છે તેવું ચોક્કસ કહી શકાય છે. તેમ છતાં હાલ સુધી ખેતીને ઉદ્યોગનો દરજ્જો મળ્યો ન હતો. જો કે, હવે ખેતીને સમૃદ્ધ બનાવવા માટે જયારે પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે ભારત ખેતી ક્ષેત્રે દર વર્ષે ઇતિહાસ સર્જી રહ્યું છે. હાલ કેન્દ્ર સરકારે વર્ષ 2022-23 માટે ખેત પેદાશ ઉત્પાદનનો અંદાજ જાહેર કર્યો છે. જેમાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ખેતી ભારતના સૌથી મહત્વના વ્યવસાય પૈકી છે. ભારતીય અર્થતંત્રમાં ખેતીનું ખુબ મોટું યોગદાન છે. ભારતના અંદાજિત 15 કરોડ લોકો ખેતીમાં રોકાયેલા છે એટલે કે આશરે 60% લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતી ક્ષેત્ર ભારતની જીડીપીમાં 18% જેટલુ યોગદાન આપતું ક્ષેત્ર છે. ત્યારે ચાલુ નાણાકીય વર્ષમાં ખેતી ક્ષેત્રના રેકોર્ડબ્રેક ઉત્પાદન થવા જઈ રહ્યું છે તેવો અંદાજ કૃષિ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રાલયના અંદાજ મુજબ બાગાયતી ઉત્પાદન 35 કરોડ ટનથી વધુ રહેવાની ધારણા છે. જે લગભગ 47.4 લાખ ટન એટલે કે ગયા વર્ષની સરખામણીમાં 1.37 ટકા વધુ છે. 2022-23માં ફળોનું ઉત્પાદન 10 કરોડ 83 લાખ ટન રહેવાનો અંદાજ છે.
આ વર્ષે દેશમાં મુખ્ય પાકોનું વિક્રમી ઉત્પાદન થવાની ધારણા છે. કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા અનાજ ઉત્પાદનના અંતિમ અંદાજ મુજબ 2021-22માં 31.56 કરોડ ટનની સરખામણીમાં 2022-23માં અનાજનું ઉત્પાદન 32.96 કરોડ ટન રહેવાનો અંદાજ છે, જે ગત વર્ષના પ્રમાણમાં 1.40 કરોડ ટન વધુ છે.
આ વર્ષે અનાજનું ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષના સરેરાશ અનાજ ઉત્પાદન કરતાં લગભગ 30.9 મિલિયન ટન વધુ છે. મંત્રાલયનો અંદાજ છે કે આ વર્ષે 13.57 કરોડ ટન ચોખા, 11.05 કરોડ ટન ઘઉં, 5.73 કરોડ ટન પૌષ્ટિક/બરછટ અનાજ અને 3.80 કરોડ ટન મકાઈનું ઉત્પાદન થવાની ધારણા છે. તે જ સમયે શેરડી અંગે સરકારનો અંદાજ છે કે તે 4,905 લાખ ટન અને કપાસનું 3.36 કરોડ ટન ઉત્પાદન થશે.
કેન્દ્રીય કૃષિમંત્રી તોમરે કહ્યું છે કે, બાગાયત ઉત્પાદનનો રેકોર્ડ 35 કરોડ ટનથી વધુ રહેવાની ધારણા છે. જે લગભગ 47.4 લાખ ટન એટલે કે ગયા વર્ષની સરખામણીમાં 1.37 ટકા વધુ છે. 2022-23માં ફળોનું ઉત્પાદન 10 કરોડ 83.4 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ સમયગાળા દરમિયાન શાકભાજીનું ઉત્પાદન 21 કરોડ 29.1 લાખ ટન થવાનો અંદાજ છે.
અનાજનું ઉત્પાદન છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડશે!!
આ વર્ષે અનાજનું ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષના સરેરાશ અનાજ ઉત્પાદન કરતાં લગભગ 30.9 મિલિયન ટન વધુ છે. મંત્રાલયનો અંદાજ છે કે આ વર્ષે 13.57 કરોડ ટન ચોખા, 11.05 કરોડ ટન ઘઉં, 5.73 કરોડ ટન પૌષ્ટિક/બરછટ અનાજ અને 3.80 કરોડ ટન મકાઈનું ઉત્પાદન થવાની ધારણા છે. તે જ સમયે શેરડી અંગે સરકારનો અંદાજ છે કે તે 4,905 લાખ ટન અને કપાસનું 3.36 કરોડ ટન ઉત્પાદન થશે.
બાગાયતી ઉત્પાદનો 35 કરોડ ટનને આંબી જવાની ધારણા
કેન્દ્રીય કૃષિમંત્રી તોમરે કહ્યું છે કે, બાગાયતી ઉત્પાદનનો રેકોર્ડ 35 કરોડ ટનથી વધુ રહેવાની ધારણા છે. જે લગભગ 47.4 લાખ ટન એટલે કે ગયા વર્ષની સરખામણીમાં 1.37 ટકા વધુ છે. 2022-23માં ફળોનું ઉત્પાદન 10 કરોડ 83.4 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ સમયગાળા દરમિયાન શાકભાજીનું ઉત્પાદન 21 કરોડ 29.1 લાખ ટન થવાનો અંદાજ છે.