સેમી ફાઈનલમાં ભારતે સ્થાન પોતાનું સુનિશ્ચિત કર્યું હતું તે સમયે ટીમ બીજા ક્રમ પર રહી હતી ત્યારે ભારતીય ટીમ તેનો છેલ્લો લીગ મેચ શ્રીલંકા સામે રમતા તે મેચમાં વિજય હાંસલ કરતાની સાથે જ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર આવી પહોંચી હતી જેથી હવે તેનો સેમી ફાઈનલનો મુકાબલો આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે થશે.રાઉન્ડ રોબીન મેચમાં ભારતીય ટીમનો મુકાબલો લીગ રાઉન્ડમાં ન્યુઝીલેન્ડ સામે થયો હતો પરંતુ વરસાદનાં વિઘ્નનાં કારણે તે મેચ રમી શકાયો ન હતો ત્યારે ભારતીય ટીમ સૌથી મજબુત ટીમ વિપક્ષી ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે ત્યારે ટીમનાં પેસ બોલર અને ક્રિકેટ જગતમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરનાર જસપ્રીત બુમરાહે જણાવતાં કહ્યું હતું કે, ભારતીય ટીમ સેમી ફાઈનલ માટે સંપૂર્ણપણે સજજ છે અને ટીમ સેમીફાઈનલમાં સર્વોચ્ચ પ્રદર્શન કરશે તેમાં નવાઈ નહીં. આ તકે જસપ્રીત બુમરાહે જણાવ્યું હતું કે, ટીમ તેનાં નબળા પાસાઓ પર પૂર્ણત: ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેનાં કારણે ટીમ ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરશે તેમાં નવાઈ નહીં. હાલ ભારતીય ટીમ તેની ઓપનીંગ જોડી ઉપર વધારે દારોમદાર રાખી રહી છે જયારે બોલીંગની કમાન્ડ બુમરાહ, સમી તથા ભુવનેશ્ર્વર ઉપર રહેલી છે ત્યારે એ વાત નકકી છે કે, ભારતનો પ્રથમ સેમી ફાઈનલ મેચ ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે અને રોમાંચકભર્યો રહેશે.