રાજસ્થાનના બાંસવાડા અને ઉદયપુર જિલ્લામાં 11.48 કરોડ ટન સોનાનો ભંડાર શોધાયો છે. વિભાગના મહાનિર્દેશક એન. કુંટુંબા રાવે જયપુરમાં મીડિયા સાથે વાતચીત કરતા આ વાતનો ખુલાસો કર્યો છે. રાજસ્થાનમાં સોનાની ખોજ કરતા નવી શક્યતાઓ ઉભી થઈ છે. ઉદયપુર અને બાંસવાડા જિલ્લાના ભૂકિયા ડગોચામાં સોનાનો ભંડાર મળ્યો છે.
8.11 કરોડ ટન તાંબાનો ભંડાર
રાવ પ્રમાણે રાજસ્થાનમાં 2010થી અત્યાર સુધી 8.11 કરોડ ટન તાંબાનો ભંડાર મળી આવ્યો છે. જેમાં 0.38 ટકા તાંબુ છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના દેવાના બેડા, સાલિયો કા બેડા અને બાડમેર જિલ્લાના સિવાનામાં પણ ખજાનાની શોધ થઈરહી છે.
કેટલાક ફેક્ટ્સઃ
8133.5 મીટ્રિક ટન સોનું અમેરિકા પાસે છે (સૌથી વધુ)
557.7 મીટ્રિક ટન સોનું છે ભારતમાં
ભારત સોનાના ભંડાર મામલે વિશ્વમાં 10માં નંબરે