ચાલુ વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ૪.૧% નો વધારો નોંધાશે : કેન્દ્ર સરકાર
ભારતનું ૨૦૨૩ ઘઉંનું ઉત્પાદન ૪.૧% વધીને ૧૧૨.૨ મિલિયન ટન રેકોર્ડ થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, ઊંચા ભાવોએ ખેડૂતોને ઉચ્ચ ઉપજ આપતી જાતો સાથે પાક ઉગાડતા વિસ્તારોને વિસ્તારવા માટે પ્રેરિત કર્યા છે અને સાથોસાથ હવામાન પણ અનુકૂળ રહ્યું છે.
ઘઉંનું ઊંચું ઉત્પાદન વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અનાજ ઉત્પાદક દેશમાં અનાજના ભાવમાં ઘટાડો લાવવામાં મદદ કરશે.
ભારત ઘઉંનો વિશ્વનો બીજો સૌથી મોટો ઉપભોક્તા દેશ પણ છે. મે,૨૦૨૨ માં તાપમાનમાં અચાનક તીવ્ર વધારાને કારણે પાકને નુકસાની સર્જાઈ હતી અને જેના લીધે ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મુકવાની ફરજ પડી હતી. બીજી બાજુ જ્યારે રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે વૈશ્વિક અછતને પહોંચી વળવા નિકાસમાં વધારો થયો હતો.
ભારતનું ઘઉંનું ઉત્પાદન વર્ષ ૨૦૨૨માં ઘટીને ૧૦૭.૭૪ મિલિયન ટન થયું હતું. જે એક વર્ષ અગાઉ ૧૦૯.૫૯ મિલિયન ટન હતું તેવું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા દર્શાવે છે.
દેશમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં વાવેતર અને માર્ચથી લણણી સાથે વર્ષમાં માત્ર એક જ વાર ઘઉંનો પાકનું વાવેતર કરવામાં આવે છે.
ઉત્પાદનમાં અપેક્ષિત વધારો હોવા છતાં ભારત ઘઉંની નિકાસ પરના પ્રતિબંધને લંબાવવાનું વિચારી રહ્યું છે કારણ કે તે રાજ્યના અનામતને ફરીથી ભરવા અને સ્થાનિક ભાવમાં ઘટાડો કરવા માંગે છે તેવું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
૨૦૨૩ માં ભારતનું રેપસીડ(તેલીબિયાં)નું ઉત્પાદન એક વર્ષ અગાઉની સરખામણીમાં ૭.૧% વધીને ૧૨.૮ મિલિયન ટન રેકોર્ડ થઈ શકે છે, તેવું સરકારે જણાવ્યું હતું.
રેપસીડના ઉત્પાદનમાં વધારો વિશ્વના સૌથી મોટા ખાદ્ય તેલ આયાતકારને પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલની વિદેશી ખરીદી ઘટાડવામાં મદદ કરી શકે છે.
દેશમાં ચાલુ વર્ષે ચોખાનું ઉત્પાદન પણ વધે તેવો અંદાજ છે. સરકારના જણાવ્યા અનુસાર હાલ ભારત સરેરાશ વાર્ષિક ૧૮.૪૭ મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કરે છે જે આંકડો વધીને ૨૨.૭૬ મિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ છે.
ઘઉંનું ઉત્પાદન ૧૧૨ મિલિયન ટનને આંબી જશે !!
ભારતનું ૨૦૨૩ ઘઉંનું ઉત્પાદન ૪.૧% વધીને ૧૧૨.૨ મિલિયન ટન રેકોર્ડ થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, ઊંચા ભાવોએ ખેડૂતોને ઉચ્ચ ઉપજ આપતી જાતો સાથે પાક ઉગાડતા વિસ્તારોને વિસ્તારવા માટે પ્રેરિત કર્યા છે અને સાથોસાથ હવામાન પણ અનુકૂળ રહ્યું છે.
ચોખાના ઉત્પાદનમાં પણ થશે નોંધપાત્ર ઉછાળો !!
દેશમાં ચાલુ વર્ષે ચોખાનું ઉત્પાદન પણ વધે તેવો અંદાજ છે. સરકારના જણાવ્યા અનુસાર હાલ ભારત સરેરાશ વાર્ષિક ૧૮.૪૭ મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કરે છે જે આંકડો વધીને ૨૨.૭૬ મિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ છે.
ભારત ખાદ્યતેલમાં ‘આત્મનિર્ભર’ બનશે : ઉત્પાદન ૧૨.૮ મિલિયન ટન સુધી પહોંચે તેવો અંદાજ
૨૦૨૩ માં ભારતનું રેપસીડ(તેલીબિયાં)નું ઉત્પાદન એક વર્ષ અગાઉની સરખામણીમાં ૭.૧% વધીને ૧૨.૮ મિલિયન ટન રેકોર્ડ થઈ શકે છે, તેવું સરકારે જણાવ્યું હતું.રેપસીડના ઉત્પાદનમાં વધારો વિશ્વના સૌથી મોટા ખાદ્ય તેલ આયાતકારને પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલની વિદેશી ખરીદી ઘટાડવામાં મદદ કરી શકે છે.