મોદીએ AIIBની એન્યુઅલ મીટિંગમાં કર્યું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈ પહોંચ્યા છે. મોદી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ની એન્યુઅલ મીટિંગમાં સામેલ થયા.
India & AIIB are both committed to make economic growth more inclusive & sustainable. In India, we are applying novel Public Private Partnership (PPP) models, Infrastructure Debt Funds and Infrastructure Investment Trusts: PM at meeting of Asian Infrastructure Investment Bank pic.twitter.com/foWdMoZ30B
— ANI (@ANI) June 26, 2018
મોદીએ કહ્યું, “ભારત અને AIIB આર્થિક વૃદ્ધિ દરને વધુ વ્યાપક અને સસ્ટેઇનેબલ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારતમાં અમે નવીન પ્રકારના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટ ફંડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ લાગુ કરી રહ્યા છે.ભારત એ સૌથી વધુ ઇન્વેસ્ટર-ફ્રેન્ડલી અર્થતંત્રોમાંનું એક છે. રોકાણકારો હંમેશાં ગ્રોથ અને મેક્રો-ઇકોનોમિક સ્ટેબિલિટી ઇચ્છે છે. પોતાના રોકાણો સુરક્ષિત રહે એ માટે તેઓ રાજકીય સ્થિરતા અને સપોર્ટિવ રેગ્યુલેટરી ફ્રેમવર્ક ઇચ્છે છે.સરકાર દ્રઢતાપૂર્વક નાણાકીય એકત્રીકરણના રસ્તે જવા માટે કટિબદ્ધ છે.
India is one of the most investor-friendly economies. Investors look for growth and macro-economic stability. They want political stability & a supportive regulatory framework to ensure protection of their investment: PM Modi at meeting of Asian Infrastructure Investment Bank pic.twitter.com/tuwwI1zsaF
— ANI (@ANI) June 26, 2018
GDPના પર્સન્ટેજની દ્રષ્ટિએ સરકારી ખાધ સતત ઘટી રહી છે. લાંબા સમય પછી ઇન્ડિયાના રેટિંગમાં અપગ્રેડ થયું છે.નવા ભારતનો ઉદય થઇ રહ્યો છે. હવે ભારત તમામ માટે આર્થિક તકો, નોલેજ ઇકોનોમી, હોલિસ્ટિક ડેવલપમેન્ટ અને ફ્યુચરિસ્ટિક-રિઝિલિયાન્ટ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાયા પર ઊભું છે.”