ભારત, ચીન અને અમેરિકા સીવાયના ૪૦ દેશોમાં મોર્ટાલીટી રેટ ઘટાડવા નવી ગાડીઓમાં ઓટોમેટીક બ્રેકીંગ સિસ્ટમ લાગુ કરાશે
મોર્ટાલીટી રેટ વધવાનું એક કારણ વાહનોના અકસ્માત છે જે દિવસે ને દિવસ વધી રહ્યાં છે. કેટલીક વખત ડ્રાઈવરોની બેદરકારી તો કેટલીક વકત સંજોગોવશ અસંખ્ય લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે. જેને લઈને વૈશ્વિકસ્તરે ઝુંબેશના ભાગરૂપે ૪૦ દેશોમાં નવી ગાડીઓ ઉપર ઓટોમેટીક બ્રેક સીસ્ટમ ફરજીયાત બનાવવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ અકસ્માત નિવારણની આ ઝુંબેશમાં વિશ્વ સાથે કદમ મિલાવવામાં ભારત એક ડગલુ પાછળ છે.
કુલ ૪૦ દેશોમાં આ નિયમ લાગુ થનાર છે ત્યારે ભારત, ચીન અને અમેરિકા તેમાંથી બાકાત રહેશે. આ સીસ્ટમ શહેરભરની સીમાઓ માટે લાગુ કરવામાં આવશે. આપાતકાલીન સમયમાં જો ગાડી ડેન્જર ઝોનમાં જણાય તો ઓટોમેટીક બ્રેક સીસ્ટમ અકસ્માત અટકાવવામાં અને જીવ બચાવવામાં મહત્વની ભૂમિકામાં રહેશે.
આગામી વર્ષથી નવા સેફટી રેગ્યુલેશન સૌપ્રથમ જાપાનમાં લાગુ કરવામાં આવશે. ઓટો ઈન્ડસ્ટ્રીના અધિકારીએ જણાવ્યું હતું કે, સંયુકત ઉપક્રમે વિશ્વભરના દેશોએ રોડવે ઉપર થતાં અકસ્માત નિવારણ અંગે ચિંતા જણાતા નવા નિયમો માટે સહકાર આપ્યો છે.
પ્રાથમિક ધોરણે માત્ર મોટર કારમાં આ સીસ્ટમ લાગુ કરાશે ત્યારબાદ સ્કૂટર અને બાઈસીકલમાં પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાશે. વર્ષ ૨૦૧૬માં ૯૫૦૦ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે એઈબી એટલે કે ઓટોમેટીક ઈમરજન્સી બ્રેકીંગ સીસ્ટમ વાર્ષિક ધોરણે હજારો-લાખો લોકોનો જીવ બચાવી શકે છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો અદ્ભૂત નમુનો લોકોના પ્રાણ માટે ઉપયોગી બનવાની સાથે ડ્રાયવરોનો ગાડીઓ પર કંટ્રોલ પણ સારો બનાવી રાખશે.
નવા નિયમો પ્રમાણે ગાડીઓની સ્પીડ ઘટાડવામાં આવશે. જો કે, વર્તમાન સમયમાં જે ગાડીઓ રોડ પર છે તેના પર આ નિયમો લાગુ પડશે નહીં પરંતુ જે નવી ગાડીઓનું વેંચાણ થશે તેના ઉપર ૪૦ દેશોમાં સેફટી રેગ્યુલારીટી નિયમનું પાલન ફરજીયાત બનાવાશે. જો કે, આ ૪૦ દેશોવાળી ભારતમાં કયારે થશે તેની માત્ર વાટ જોવાની રહી.