અબુધાબીમાં યોજાયેલી ઇસ્લામિક સહકાર સંગઠ્ઠનમાં ભારતને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ અપાતા બળી ઉઠેલા પાકિસ્તાનને કર્યો બેઠકનો બહિષ્કાર
અબુધાબીમાં યોજાયેલી ઇસ્લામિક સહકાર સંગઠ્ઠન (ઓઇસી)ની બેઠકમાં અતિથિ વિશેષ તરીકે સામેલ થયેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતની લડાઇ ધર્મ વિરોધી નથી પરંતુ આતંકવાદ સામે છે. આતંકવાદીઓને કોઇ ધર્મ હોતા નથી. સુષ્માએ વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદ સામેની ભારતની લડાઇ કોઇપણ ધર્મ સાથેના સંઘર્ષ તરીકે સાંકળી શકાય નહી. ભારતને પૂર્વ એશિયાથી લઇને આફિકાના મુસ્લિમ દેશો સાથે ધર્મથી ઉપર ઉઠીને સારા સંબંધો છે.
પાકિસ્તાનનું નામ લીધા વગર સ્વરાજે જણાવ્યું હતું કે આતંકવાદીઓને આશ્રય અને ભંડોળ પુરુ પાડતા દેશોના આતંકી શિબીરોને તોડી પાડવી જરુરી છે. આવા દેશોમાં આતંકવાદી સંગઠ્ઠનોને મળતું ભંડોળ અને આશ્રય આપવાનું રોકવું વિશ્વભર માટે જરૂરી છે. આતંકવાદ અને ઉગ્રવાદ વિવિધ નામો અને લેબલો ધરાવે છે. તેનો વિવિધ કારણોમાં ઉપયોગ થાય છે. પરંતુ દરેક કિસ્સામાં તે ધર્મના નામે વિખેરાઇને અને તેની શકિતમાં સફળ થવાની ખોટી માન્યતા દ્વારા ચલાવવામાં આવે છે. આતંકવાદ સામેની લડાઇ કોઇપણ ધર્મ વિરુઘ્ધ સંઘર્ષ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્લામિક સહકાર સંગઠ્ઠન (ઓઆઇસી) નું નિર્માણ ૧૯૬૯ માં વિશ્વના મુસ્લિમ દેશોને એક સૂત્રે બાંધવા કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય મુસ્લિમ દેશોના સામાજીક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને સભ્ય દેશોમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.
વિશ્વભરમાં ભારતના વધતા જતાં પ્રભાવથી મનમાં ને મનમાં બળ્યે રાખતા પાકિસ્તાનને તાજેતરમાં જ યોજનારી ઓવગે નાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશનની બેઠકમાં ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને અતિથિ વિશેષ સામેલ કરવામાં આવતા પાકિસ્તાને પ૦ વર્ષમાં પ્રથમવાર આ બેઠકનો બહિષ્કાચર કરવાની જાહેરાત કરી હતી.
અબુ ધાબીમાં યોજાનારી ઓઆઇસીની બેઠકમાં સુષ્મા સ્વરાજની હાજરીના પગલે પાકિસ્તાન સામેલ નહિ થાય. ઓઆઇસીના સ્થાપક સભ્ય તરીકે પાકિસ્તાન અગાઉ ભુતકાળમાં પ૦ વર્ષ પહેલા ભારત સાથેના મુલાકાતના વિરોધમાં પાકિસ્તાન ના પૂર્વ પ્રમુખ યાહયાખાને મીટીંગનો બહિષ્કાર કર્યો હતો.
પ૦ વર્ષ પછી આ ઘટનાનું પુનરાવર્તન થયું હોય તેમ સુષ્મા સ્વરાજને અતિથિ વિશેષના દરજજા સામે વાંધી ઉપાડી પાકિસ્તાને ઓઆઇસીને બેઠકમાં ન જવાનું નકકી કર્યુ છે. અને આ મુદ્દે આયોજકોને ફેર વિચારણાની વિનંતી કરી છે. ભારતના વિદેશમંત્રીનો આ મુદ્દો કાઉન્સીલે નહિ ઉકેલતા પાકિસ્તાન બેઠકમાં જોડાય નથી.
ઓઆઇસી દ્વારા સુષ્મા સ્વરાજની મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાના નિર્ણયની જાહેરાત સાથે પાકિસ્તાનને વાંકુ પડયું હતું. અને તેણે પચાસ વરસ પછી પાકિસ્તાન બીજીવાર બેઠકથી દુર રહેશે.