પ્રધાનમંત્રી મોદીને જમ્મુ-કાશ્મીરના પ્રશ્ર્નો નિવારવાની લેખિત રજુઆત કરતા ‘મુફતી’
જમ્મુ અને કાશ્મીરના સીએમ મહેબુબા મુફતીએ ગઈકાલે પ્રધાનમંત્રી મોદીની નેતાગીરીના વખાણ તો કર્યા હતા સાથોસાથ દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ ભરપેટ વખાણ્યા હતા. નવી દિલ્હી ખાતે એક કાશ્મીરના કાર્યક્રમ વખતે મુફતીએ જણાવ્યું હતું કે ટેલિવિઝન પર આવતા રાત્રીના કાશ્મીરના પ્રસારણોથી તેઓ વ્યથિત છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મને ખેદ છે પણ ટેલિવિઝન પરના પ્રસારણોમાં એંકર જે રીતે દેશને રજુ કરે છે એ ભારત એ નથી કે જેને હું જાણુ છું. મુફતીએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરને બન્નેને ધાર્મિક કારણોસર અલગ બતાડવા પાછળ ભારતની સાંપ્રદાયિક માનસિકતા દેખાય છે. ખરુ ભારત એ છે કે જયાં શ્રાઈન પર હિન્દુ અને મુસ્લિમ સાથે મળીને પ્રાર્થના કરતા જોવા મળે છે. તેમજ હિંદુ-દેવીદેવતાઓની મૂર્તિઓ મુસ્લિમ કલાકારો બનાવે છે. મારા મતે ભારતએ ઈન્દિરાગાંધી છે. જયારે હું મોટી થઈ ત્યારે તેઓ જ મારા માટે ભારતના નેતા હતા. ઘણાને તે નહીં ગમે પણ તેજ ભારત હતા. એવું તેમણે ઉમેર્યું હતું.
મારે એ ભારત જોવું છે જે કાશ્મીરના દુ:ખ, દર્દ સમજી શકે. ભારત અમને તે રીતે પ્રેમ કરે. અમે વિવિધતાસભર રાજય ધરાવીએ છીએ કે જયાં વિવિધતામાં એકતા જ મુખ્ય છે. અમારા મતે ભારતમાં આવેલ મીની ઈન્ડિયા કાશ્મીર છે. કાશ્મીરમાં ખાસ પ્રકારની કાયદા-વ્યવસ્થાનો હું વિરોધ કરુ છું. કેટલાક લોકો અમારા ધ્વજ વિશે વાતો કરે છે. ૩૭૦ જેટલા લેખો કાશ્મીર વિશે છપાયા છે. અહીંના લોકોની આગવી ઓળખ એ છે કે તેઓ મદદ કરવા ઈચ્છુક હોય છે.
ભારત સરકારને અને સમગ્ર દેશની જનતાને કાશ્મીરને વધારે પ્રોત્સાહિત કરવાની જ‚ર છે. ભલે તેઓ આઝાદી મેળવવા માટે તત્પર હોય સારા દેશની કામના રાખે છે. મુફતીએ લેખિતમાં તેમની ઈચ્છાઓ પ્રધાનમંત્રીને મોકલીને તેમના આ પ્રશ્ર્નોને જમ્મુ અને કાશ્મીરમાંથી નિવારવા રજુઆત કરી હતી.
હું એવું માનું છું કે મોદીએ ચળવળના વ્યકિત છે. તેમણે નેતાગીરીમાં ખાસ આયામ મેળવ્યા છે ત્યારે કાશ્મીરના પ્રશ્ર્નો પર સાથે મળીને વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર નિકળી શકાશે.