અબતક, નવીદિલ્હી

કોઈ પણ દેશ ત્યારે જ સુરક્ષિત માનવામાં આવે ત્યારે તેમનો સંરક્ષણ ક્ષેત્ર ખૂબ જ મજબૂત હોય તેવી જ રીતે ભારત પણ દિનપ્રતિદિન સંરક્ષણ ક્ષેત્રે અનેક વેજ સફળતાઓ સર કરી રહ્યું છે અને વૈશ્વિક સમુદાય પણ ભારતની સાથે રહી સરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટેના સતત પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે એવી જ એક ઘટના સામે આવી જેમાં રશિયાના એસ-400 સિસ્ટમ ને ભારતને સુપરત કરાય છે .

આ સિસ્ટમ મળવા પૂર્વે અમેરિકા દ્વારા અનેકવિધ રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો પરંતુ રશિયા અને ભારત વચ્ચેના સારા સંબંધોના પગલે આ સિસ્ટમ ભારતને ખૂબ જ સરળતાથી મળી છે. આ સિસ્ટમના ઉપયોગથી દુશ્મનની કોઈપણ મિસાઇલને હવામાં જ તોડી નાખવામાં સિસ્ટમ અત્યંત મદદરૂપ સાબિત થશે. બીજી તરફ દુશ્મનની કોઈપણ મિસાઇલને આ સિસ્ટમ દ્વારા ડિટેક્ટ, ટ્રેક અને તેને તોડી પાડવા માં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

ઓક્ટોબર 2018માં રશિયા અને ભારત વચ્ચે આ મિસાઇલ સિસ્ટમ માટે કરારો થયા હતા. આશરે 5 બિલિયન ડોલરની આ ડીલને આખરી ઓપ આપ્યા બાદ હવે રશિયાએ ડિફેન્સ સિસ્ટમ પુરી પાડવાનું શરૂ કરી દીધુ છે. એસ-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના પાંચ યુનિટ્સ હાલ ખરીદવામાં આવશે. અગાઉ આ સિસ્ટમ રશિયા પાસેથી ન ખરીદવાની ભારતને અમેરિકાએ ચેતવણી આપી હતી. એસ-400 એ રશિયાની અત્યંત આધુનિક ધરતીથી હવામાં મિસાઇલોથી રક્ષણ કરનારી સિસ્ટમ છે. જેને અગાઉની બધી સિસ્ટમ કરતા વધુ એડવાંસ માનવામાં આવે છે. એટલું જ નહીં આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં આ સિસ્ટમ સંપૂર્ણ પણે સક્રિય કરવામાં આવશે.

અમેરિકાના વિરોધ વચ્ચે ભારતને જે સિસ્ટમ મળી છે તેના
દુસમનોની મિસાઈલને હવામાં જ તોડી નાખવાની ક્ષમતા ધરાવે છે.

હાલ ભારતને ચાઇના.ની સાથોસાથ પાકિસ્તાન તરફથી હવાઇ હૂમલાની સતત અભેટી જોવા મળી રહી છે ત્યારે ભારત પાસે આ અતિ આધુનિક સિસ્ટમ આવવાથી દુશ્મનોને સતત ડર સતાવી રહ્યો છે. આ સિસ્ટમ પાંચ તબક્કામાં તૈયાર થશે અને તેનું પરીક્ષણ રશિયાના તજજ્ઞોની સમજ કરવામાં આવશે. રશિયા દ્વારા ભારતને જે અતિ આધુનિક સિસ્ટમ આપવામાં આવી છે તેનો કુલ ખર્ચ આશરે ૪૦ હજાર કરોડનો છે જે અંગેની વાત ઓક્ટોબર 2018 માં જ કરવામાં આવી હતી અને આગામી ૨૦૨૦ સુધીમાં આ સિસ્ટમ સંપૂર્ણ પણે ભારતને સોંપવા અંગે પણ કરાર કરવામાં આવ્યા હતા.

સંરક્ષણ ક્ષેત્ર અને વધુ મજબૂત બનાવવા આર્મીના વડા પાંચ દિવસીય ઇઝરાયેલ ની મુલાકાતે

અન્ય દેશોની સરખામણીમાં સંરક્ષણ ક્ષેત્રે ઇઝરાયલ નું પણ પ્રભુત્વ અનેરું છે જ મુખ્યત્વે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ની સાથો સાથ સોફ્ટવેર નેટવર્કિંગ મા પણ એક અનેરૂ સ્થાન પ્રાપ્ત કર્યું છે એવી જ રીતે ઇઝરાયલ સિક્યુરિટી નેટવર્કિંગ માં પણ અન્ય દેશોની હરોળમાં અવ્વલ ક્રમે આવે છે. ભારત અને ઇઝરાઇલ વચ્ચેના સંબંધો પણ ખુબ જ ગાઢ છે ત્યારે ભારતનું સંરક્ષણ ક્ષેત્ર વધુને વધુ મજબૂત થાય તે માટે ભારતના આર્મી ચીફ જનરલ પાંચ દિવસીય ઇઝરાયલ ની મુલાકાતે ગયા છે જેથી આવનારા સમયમાં બંને દેશો વચ્ચેના સરક્ષણ સંબંધો વધુ ને વધુ ગાઢ થાય તે દિશામાં તમામ પગલાઓ લેવામાં આવશે બીજી તરફ હાલ ભારત દેશમાં સંરક્ષણ ક્ષેત્રે કયા કયા મુદ્દા ચર્ચવામાં આવી રહ્યા છે તે અંગેની માહિતી પણ ઇઝરાયલને આપવામાં આવશે.

સાથોસાથ આવનારા દસ વર્ષના સમયગાળા માટે નો રોડ મેપ પણ ભારત અને ઇઝરાયલ સંયુક્ત રીતે પાર પાડે તે દિશામાં પ્લાનિંગ પણ કરાશે. ભારત અને ઇઝરાઇલ સંયુક્ત રીતે એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ પ્રોજેક્ટ ૩૦,૦૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવા માટે પણ સહમતી દાખવી છે અને તે દિશામાં તેઓ કાર્ય પણ કરી રહ્યા છે જે મુદ્દાની ચર્ચા પણ આ મિટિંગમાં થાય તો નવાઇ નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.